વિવેક ચૂકનું પરિણામ - ફાલ્ગુની વસાવડા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

વિવેક ચૂકનું પરિણામ - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ.

પરિચય- ફાલ્ગુની વસાવડા.

શીર્ષક- વિવેક ચૂકનું કેવું હોય પરિણામ!! 


  હું  મૈથિલી મહેતા અને રાધા મોહન એપાર્ટમેન્ટમાં રહેતી એક સિંગલ વુમન છું, હાલ તો નિવૃત્ત જીવન જીવું છું, પણ એક જમાનામાં પત્રકાર હતી, અને હજી પણ ઘણા બધા મેગેઝિનમાં મારા લેખ આવે છે. ઉત્સવ એક નજરો અનેક! કે સમાજ એક આયનો! એવાં ટાઇટલ સાથે આ વખતે તહેવાર અંતર્ગત લેખ લખવો હતો, અને એ માટે હું કોઈ વ્યક્તિ ગત પણ પ્રોપર કારણ સાથે ઉજવાતો તહેવાર વિશે લખવા વિચારતી હતી. શ્રાવણથી આસો સુધીમાં આપણે ત્યાં કેટલાંય પારંપરિક તહેવાર ઉજવવામાં આવે છે. એવામાં ગણેશ ચતુર્થી આવી, અને ગણેશ ઉત્સવ એ અમારી સોસાયટીનો બહુ લોકપ્રિય તહેવાર હતો! એટલે મને મારા લેખ માટેનું કારણ મળી ગયું. એમાં પણ સતારા વાળા શિવાજી રાવ જ્યારથી આ સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારથી ગણેશ ઉત્સવ પાછળ ખૂબ ખર્ચ પણ થતો હતો, અને આખી સોસાયટી આમાં હોંશેહોંશે ભાગ લેતી હતી. ગણેશ સ્થાપના નું સરઘસ અને વિસર્જન બહુ મોટાં પાયે થતું. કેટલાંય રુપિયાના અબિલ ગુલાલ ઉડાડવામાં આવતાં, આ ઉપરાંત ઢોલ નગારા અને ડીજે પણ વગાડવામાં આવતું. રોજ સવાર સાંજ જુદો જુદો પ્રસાદ અને જે કોઈ દર્શન કરવા આવે તેને પણ પ્રસાદ. આ ઉપરાંત જુદી જુદી ગેઈમ અને ઈનામ વિતરણ કરીને બાળકોને પણ આકર્ષિત કરતાં. ગણેશ ઉત્સવમાં સોસાયટી ના મેમ્બર્સ અંદરો અંદર શિવાજી રાવ માટે છાનામાના કેટલીય વાતો કરતાં હતાં. આ જ સોસાયટીમાં રહેતી હોવાથી મારા કાને પણ કેટલીય પ્રકારની વાતો આવી. પણ આ વાત લેખ મારફતે પબ્લિક સુધી પહોંચવાની હોવાથી સાચું જાણ્યા વગર એમ લખાય નહીં. એટલે એક દિવસ શિવાજી રાવ ના ઘરે વર્ષોથી કામ કરતા ભાલુ લોખંડે સાથે મારી મુલાકાત થઈ, અને મેં એને નિખાલસતાથી શિવાજી રાવ વિશે પુછ્યું. જોકે થોડું ઘણું હું જાણતી હતી, જેમકે શિવાજી રાવ એક બહુ મોટાં બીઝનેસ મેન હતાં, અને સાથોસાથ પોલિટિકલ ઈમેજ ધરાવતા હતા. આખાં ઉત્સવનો ખર્ચ એ જ ઉઠાવતા હતા. આમ તો એનાં ફેમિલીમાં એક કોમમાં પડેલી પથારીવશ પત્ની જ હતી. દિકરો હતો પણ એ બોર્ડિંગ સ્કૂલમાં ભણતો હતો. એની પત્ની એટલે સુગંધા કે જે એક જમાનાની સૌથી સક્સેસફૂલ વુમન હતી, પણ અત્યારે પથારીમાં હતી. 


  ભાલુ લોખંડે એ પોતાની વાત શરૂ કરતાં કહ્યું કે, સાહેબ  છેલ્લા સાત વર્ષથી આ ઉત્સવ આ જ રીતે ઉજવે છે. આમ જુવો તો આ ઉત્સવ સાહેબ માટે એક પ્રાયશ્ચિતનો ભાગ છે, એમનાં જીવનમાં બનેલી એક એવી ઘટના, કે જેના માટે એ પોતે પોતાને જવાબદાર ગણે છે, અને એટલે બાપા પાસે પોતાના વિવેક ચૂકની માફી રુપે આ ઉત્સવ મનાવે છે, અને લોકોને ગણેશ પૂજા કે ઉત્સવની ઉજવણી કરી ખરાં અર્થમાં જીવનમાં વિવેક અંકિત કરવામાં માટે આવે છે, એવો સંદેશ આપવા માટે. ભાલુ લોખંડે એ કહ્યું નથી સમજાતું ને! ચાલો હું તમને બધું માંડીને કહું!


     સુગંધા મેમ પોતે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કંપની ચલાવતા હતાં, એણે બહુ જ નાની ઉંમરમાં બહુ જ મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.શિવાજી રાવ પણ એકદમ હેન્ડસમ અને ગર્ભ શ્રીમંત પિતાનો એકનો એક પુત્ર હતો, અને એમણે એને વારસામાં એક બહુ મોટી કન્સ્ટ્રકટર્સ કંપની આપી હતી, અને હવે તો એણે એમાં બીજા કેટલાય ધંધા ઉમેરી દીધાં હતાં. સુગંધા સાથે તેની મુલાકાત આ ધંધાની અધધધ આવક પર ટેક્સ ઓછો કરાવવા માટે થઈ હતી. એકવાર એણે સુગંધા ને ફિલ્મી સ્ટાઈલમાં બચાવી હતી, અને ત્યારથી કુછ કુછ હોતા હૈ ની જેમ સુગંધાનું દિલ શિવાજી રાવનું નામ સાંભળીને ધક ધક કરતુ હતું. બંને એ લગ્ન કરી લીધા અને બધું જ બરોબર ચાલતું હતું. સુગંધા એ લગ્ન પહેલાં જ શરત કરી હતી કે એ તેનો વ્યવસાય ચાલુ રાખશે, અને આમ પણ ઘરમાં કોઈ રોકટોક વાળું વડીલ હતું નહીં! શિવાજી રાવ એને ખૂબ પ્રેમ કરતો હતો, અને એણે એને લગ્નની ભેટ રૂપે એક બહુ જ મોટો બંગલો ગીફ્ટ આપ્યો હતો.સુગંધા પોતાને બહુ જ ભાગ્યશાળી માનતી હતી, અને બંને ખૂબ ખુશ હતા.એવામા સુગંધા એ પોતે મા બનવાની છે એ સમાચાર આપી શિવાજી ને ખુશ કરી દીધા. પણ ઈશ્વરની મરજી નહીં હોય એટલે સુગંધાને મીસ કેરેજ થયું અને પતિપત્ની બંને ખૂબ નિરાશ થયા.પણ કુદરતનું કરવું અને છ મહિનામાં જ સુગંધા એ ફરી મા બનવાની ખુશાલી વ્યક્ત કરી. આ વખતે શિવાજી રાવ એ તેને કહ્યું કે તું એક યોગ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શોધીને આ કંપનીનું કામ એને સોંપી દે. આ બાળક મોટું થાય પછી જ કંપનીમાં જવાનું વચન લીધું‌. સુગંધા પણ પરિસ્થિતિની નજાકત સમજી ને પોતાના બાળક માટે પતિનાં કહેવા પ્રમાણે માની ગઈ, અને આવનારા બાળકની તંદુરસ્તી માટે પોતાનાથી બનતા પ્રયત્ન કરતી હતી. સુગંધા પોતાના કામ પર હોય એટલે શિવજી રાવ પોતાની બિઝનેસ ડીલ મોટેભાગે ઘરે જ કરતાં, આને ધંધાકીય આંટીઘૂંટી તેમજ પોલિટિકસ માં અમુક વસ્તુઓ કરવી પડતી હોય એ બધું એ વિના રંજ કરતાં હતાં. આવી કેટલીય ઘટનાઓ ઘટી જેમાં સુગંધા ને એનો પતિ તો નિર્દય છે, એવું લાગતું હતું, અને એ ઉદાસ રહેવા લાગી. એક દિવસ એવું થયું કે શિવાજી રાવ એ ફોન પર કહ્યું કે ન‌ માને તો એને પતાવી દો! એવો આદેશ આપ્યો અને એનાં માણસોને એની સાથે કોઈ દુશ્મનાવટ હશે, એટલે કોઈ પણ વાતચીત કર્યા વગર સાચે જ એનો એક્સીડન્ટ કરી એને મરાવી નાખ્યો. આ વાતની જાણ સુગંધા ને થઈ અને એણે શિવાજી રાવ ને ચોખ્ખે ચોખ્ખું જણાવી દીધું, કે એ આવાં માણસ સાથે રહી શકશે નહીં, જેનામાં હ્રદય જેવી કોઈ ચીજ ન હોય! એ સમયે સુગંધા ને પૂરાં દિવસો જતાં હતાં, અને પતિ પત્ની બંને વચ્ચે આ બાબતે બહુ ઉગ્ર બોલાચાલી થઇ. શિવાજી રાવ એ આજ સુધી જે હરકત કરી નહોતી, એ એનાથી થઈ ગઈ! એટલે કે એણે સુગંધાનો હાથ મરડી નાખ્યો, એનું બેલેન્સ ગયું અને એ પડી ગઈ. શિવાજી રાવ ને થયું કે અરરર આ એનાથી શું થયું! એને ખૂબ પસ્તાવો થતો હતો.શિવાજી રાવ અને હું લોહીલુહાણ હાલતમાં પડેલી સુગંધાને લઈને શહેરની ખ્યાતનામ હોસ્પિટલમાં પહોંચ્યા! શિવાજી રાવ ને જોઈ ને ડોક્ટર એ તાત્કાલિક તેની ટ્રીટમેન્ટ શરૂ કરી!  સમય નજીક આવી ગયો હોવાથી એકબાજુથી લેબર પેન શરૂ થયું હતું, અને બીજી બાજુ એને માથામાં ઈજા થઈ હતી એટલે એને પેરેલિસીસનો એટેક આવ્યો હતો અને એના અંગો ખોટાં પડવા લાગ્યા હતાં, અને ધીરેધીરે એ કોમમાં ચાલી ગઈ. પણ સાવ કોમામાં સરી જાય એ પહેલાં આવી હાલતમાં જ ડોક્ટરો એ તેની ડિલિવરી કરાવી દીધી, અને એણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો, પણ બસ ત્યારથી સુગંધા આ રીતે જ જીવે છે અને શિવાજી રાવ પોતાની ભૂલ પર પસ્તાય છે! મારો એનાં પિતાજી વખતનો સાથ છે, એટલે સુગંધા પરણીને આવી ત્યારે જ એણે કહ્યું હતું કે તમારે મને તું જ કહેવાનું છે અને બસ ત્યારથી મને એક દીકરી મળી હતી. સુગંધાની આવી હાલત થઈ ત્યારે મેં શિવાજી રાવ ને છોડી દેવા વિચાર્યું, પણ પછી થયું કે આ નાના બાળકને કોણ ઉછેરશે? અને સુગંધા ને પણ મારી જરૂર હતી, એટલે મેં અને શિવજી રાવ એ નવજાત શિશુ કે જેનું નામ વિનાયક રાવ છે એને ઉછેરવાનું શરૂ કર્યું. બહુ જ અઘરું કામ હતું એ, પણ પછી તો ધીરેધીરે એ બાળક મોટું થવા લાગ્યું, અને એને કારણે ઘરમાં રોનક રહેવા લાગી. સુગંધાને માટે ઘરમાં જ હોસ્પિટલ જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ગજબની સ્ત્રી છે સુગંધા! મેં તો આટલી ઉદાર અને સહનશીલ સ્ત્રી જોઈ જ નથી. તો આ છે શિવાજી રાવની જીંદગીનું એક એવું ગમગીન પાનું કે જેને કોઈ ખુશીમાં તબદીલ કરી શકે એમ નથી. ઓહ આ સાંભળીને બહુ જ ખેદ થયો, પણ શું મેડિકલ સાયન્સ માં આનો કોઈ ઉપાય નથી! ભાલુ લોખંડે એ કહ્યું શું શિવાજી રાવ એ કંઈ જ નહીં કર્યું હોય? દુનિયાભરના ડોક્ટર ને બતાવ્યું અને લગભગ બધા જ મંદિર મસ્જિદ માં જઈ આવ્યાં! પણ કંઈ ફેર પડ્યો નહીં. પછી એને એક સાધુએ કહ્યું કે આ રીતે ગણેશ ઉત્સવ કરવાથી કદાચ બાપ્પાની કૃપા થાય તો સારું! મેં એટલે કે મૈથિલી મહેતા એ કહ્યું જરૂર થશે! શું કામ નહીં થાય! વિવેકનાં દેવ‌ વિવિક ચૂકનું પ્રાયશ્ચિત જુવે છે, અને બીજી બાજુ વિવેક વગર ક્ષમા શક્ય નથી! એટલે જ્યાં વિવેક પહેલેથી સ્થાપિત છે ત્યાં તે જરૂર વાસ કરવાં આવશે. અમારા લોકોની આ બાબતે વાતચીત ચાલતી હતી, ત્યાં જ રસોઈ કરવા વાળી માલતી દોડતી આવી, અને બોલી ભાલુ દાદા મેમ સાબ કો કુછ હો રહા હૈ! 


    અમે બેય રીતસરનાં દોડીને ત્યાં પહોંચ્યાં ત્યાં તો સુગંધા એકદમ હાંફતી હતી, અને એની આંખો આકળવિકળ થતી હતી. મને તરત ખ્યાલ આવી ગયો કે, આટલા વર્ષોથી અકડાયેલા એનાં અંગો માં ચેતન આવે છે, અને એટલે થોડોક દુખાવો થાય છે, થોડીક ધ્રુજારી થાય છે, અને આ બધું અકળાવતુ હોવાથી મૂંઝારો થાય છે. મેં એને પહેલી વખત જ જોઈ હતી. અત્યંત સુંદર અને નમણી એવી સુગંધાને માથે હાથ ફેરવીને મેં કહ્યું બેટા નીંદર ઉડાડી દે, તારા પતિનું પ્રાયશ્ચિત કહો કે તપ કહો તે હવે પુરું થયું છે. બાપ્પા ની એની પર કૃપા થઈ છે,અને જડ બની ગયેલા એ અંગો માં ચેતનાનો પ્રવાહ દોડતાં, એણે હાથ હલાવ્યો, અને મેં ભાલુ દાદા ને કહ્યું તમારા સાહેબને બોલાવો. શિવાજી રાવ સોસાયટી કેમ્પસમાં જ આવતી કાલના ફૂલ બોડી ચેકઅપ અને નેત્ર યજ્ઞનાં કેમ્પ વિશે વાતચીત હતાં. ભાલુ દાદા, સાહેબ ઝટ ચાલો ચમત્કાર થઈ ગયો એમ કરીને એને હાથ પકડીને લાવ્યાં, અને રોજ નિશ્ચેતન પડી રહેતી, સુગંધાના શરીરને હલતું જોઈને શિવાજી રાવ આશ્ચર્યચકિત થઈ ગયા, એણે કહ્યું બાપ્પા એ મારી પ્રાયશ્ચિત રૂપે પ્રાર્થના સાંભળી લીધી. મૈથિલી મહેતા એ કહ્યું કે પણ પહેલાં ડોક્ટરને બોલાવવા પડશે! એણે તાત્કાલિક ફોન‌ કર્યો અને તરત સુગંધાની ડોક્ટર નૈયા માથુર આવી અને એણે સુગંધાને તપાસી ને કહ્યું મિસ્ટર શિવાજી રાવ અબ આપકી પત્ની બિલકુલ નોર્મલ હૈ. શિવાજી રાવ એની પત્નીના પગ પકડી લીધા અને કહ્યું, હું રોજ બાપ્પા ને એ જ પ્રાર્થના કરતો હતો, કે તું મને બોલીને માંફ કરી દે! બસ એટલી જ અરજ મેં બાપ્પા ને કરી હતી, કે મારાથી આ ભાર હવે સહન થતો નથી, અને એણે મારી પ્રાર્થના સાંભળી લીધી સુગંધા. સુગંધા એ પણ કહ્યું કે હા બાપ્પા નિખાલસતાથી કરેલી દરેક પ્રાર્થના સાંભળે જ છે. કોમામાં હોવા છતાં હું પણ મનોમન તમારું આ દુઃખ અનુભવતી હતી, અને એટલે હું પણ પ્રાર્થના કરતી હતી કે કાં તું મને સાજી કરી દે અથવા મૃત્યુ આપી દે! મારાથી મારા પ્રિય પતિની તડપન અને આ રીતે રોજ મરતા નથી જોવાતું, અને એણે આપણાં બેયની પ્રાર્થના સાંભળી લીધી. હું એટલે કે મૈથિલી મહેતા ત્યાં રૂમમાં હાજર બધાને લઈને બહાર નીકળી ગઈ! અને સાત સાત વરસની તપશ્ચર્યા પછી મળતા બે પ્રેમીઓ જાણે આટલાં વર્ષોની પ્યાસ બુઝાવવી હોય એમ નજરથી જ એકબીજામાં ખોવાઈ ગયા. 


  મિત્રો આજે ગુજરાત મહારાષ્ટ્ર અને ઘણાં બધા રાજ્યોમાં ગણેશ ઉત્સવ ખૂબ મોટાં પાયે થાય છે, એ સારી વાત છે. પરંતુ ગણેશ એટલે આપણા વ્હાલા ગણપતિ બાપ્પા એ સૌથી પહેલાં તો વિવેકનું પ્રતિક છે, પણ આપણે તો હવે વાતવાતમાં વિવેક ચૂક કરીએ છીએ! એટલે આ ઉત્સવ એ માત્ર દેખાડા રુપે થતો હોય એવું થઈ ગયું છે.  આ ઉપરાંત એનું મસ્તક હાથીનું અને વાહન ઉંદર છે, એટલે એ નિરાભિમાની રહેવું એવું પણ સૂચવે છે, તો ગણેશ ઉત્સવનું મુખ્ય લક્ષણ ધ્યાન બહાર રહી જાય નહીં એ ખાસ યાદ રાખવુ.હમણાં ઘરમાં બિમારી નો માહોલ હોવા છતાં આ પ્રસંગ ને અનુરૂપ એક વાર્તા લખી છે. 


    લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 

બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...