નામ :- વંદના દવે
પ્રકાર:-અછાંદસ રચના
શીર્ષક:- મા
મા મમતામયી કરુણાનો ભરેલો સાગર,
અમી વર્ષાવતી નિયણેથી છલકે લાગટ.
કાંટાળી કેડીએ ચાલી પાથર્યા ઘણેરાં સુમન,
રંગ- સુગંધ, સોનેરી સ્વપ્ન આપ્યાં કોમળ.
હાલરડામાં ગાઈને આપ્યા પાઠ છાનામાના,
લાડકડાં તારાં અહીં ઉભ્યા ઠાઠથી ઘણાં .
સજાવી કર્યું સુસંસ્કૃત જીવન ચાલી સથવારે,
પથિક બની સંસ્કાર સિંચન કર્યાં કોરી પાટે.
મા બોલું ઘણો અહેસાસ વહાલનો અંગોઅંગ,
છો મુજ જીવન સથવારે વિશ્વાસ શ્વાસે ભારોભાર.
ભૂખી નજર શોધે છે, તને અહીંતહીં શ્યામ બની,
માડી યશોદાને નજરે ન નિહાળી જડાઇ ફોટા ફ્રેમ મહીં?
બહાવરું મન હજુ પણ માનતું નથી કે તું નથી ?કહી?
ઊંડે ઊંડે દિલમાં અવાજ સુણાઈ તું અહીં છે.. અહીં છે ..અહીં...!!
અંધકારમાં પથરાયો પ્રકાશ તેજોમય થયો સંચાર,
દિનકરનો છાયો મુજ દિલે સપ્તરથે મા હતી સવાર!!
હજો જ્યાં ત્યાં,અત્ર તત્ર, અર્પજો આશિષ તવ બાળને,
કરું વંદના તમોને છો સદા સથવારે, मातृ देवो भवः।
*હું✍️. વંદના દવે બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.