કોરોના- નુકસાન ની સાથે ફાયદો પણ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 5 મે, 2020

કોરોના- નુકસાન ની સાથે ફાયદો પણ

કોરોના
આ નામ ને કોણ નથી જાણતું?😕
                                          ત્રણ અક્ષર ના આ નાનકડા વાયરસે આજે વિશ્વ ની મહાસત્તા ગણાતા એવા અમેરિકા, ચીન ,જાપાન, જર્મની, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશો ને બરાબરના હંફાવ્યા છે.ફક્ત આ જ દેશો નહિ, પરંતુ સમગ્ર વિશ્વ અત્યારે આ અજાણ્યા અને દેખાય પણ નહિ એવા નાનકડા શત્રુ ના ઇશારે નાચી રહ્યું છે અને આખા જગત ને ઘૂંટણ ટેકવવા મજબૂર કર્યું છે.પણ સાચી રીતે જોઈએ તો કુદરતે માનવજાત ની અવિરત દોટ પર બ્રેક 🤚 લગાવી છે.વિકાસની આંધની દોટ માં માણસે કુદરત નો ઓથ વાળી દીધો છે.એવું લાગતું હતું કે નજીક ના ભવિષ્યમાં આ પૃથ્વી રહેવા માટે લાયક જ નહિ રહે 😱. કુદરત ની આ બ્રેક એટલું શીખવાડે છે કે, તમે એકલા જ નથી આ પૃથ્વી પર, અહી વસતા સમગ્ર જીવો નો પણ એટલો જ અધિકાર છે જેટલો તમારો છે.
      ‎                                     સમગ્ર વિશ્વ હાલ લોકડાઉન ના કારણે ઘરો માં પુરાવા મજબૂર 😧 થયું છે.પણ બીજી રીતે વિચારીએ તો કુદરતે આપણને સમય આપ્યો છે, કે સમજી જાઓ, નહિતર આગળના પરિણામ ભોગવવા તૈયાર રહો. પૃથ્વી ના વિનાશ ની સાથે સમગ્ર માનવજાત નું પણ નિકંદન નીકળી જશે. હજુ પણ સમય છે કે ' જીવો અને જીવવા દો ' ના સૂત્ર ને જીવન માં ઉતારી દો તો કદાચ બચી જશો. જે માણસ પહેલા મોટા મોટા પ્રાણીઓ અને પક્ષીઓ ને પાંજરા માં પૂરતો હતો એ આજે પાંજરે પુરાવા મજબૂર થયો છે. સાચે જ સમય બધાનો આવે છે.
                                        ‎ આજે માણસ પાંજરે પુરાયો ત્યારે બીમાર થયેલી પૃથ્વી હવે ધીમે ધીમે સાજી થવા લાગી છે.કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે.ઘરની છત પર કે બહાર પેહલા જોવા મળતી ચકલીઓ હવે ફરીથી જોવા મળે છે.આ લક્ષણો તો એ જ તરફ ઈશારો કરે છે કે, માનવજાત માટે વાયરસ ભલે કોરોના હોય પણ કુદરત માટે તો ખુદ માણસ જ એક ભયંકર વાયરસ બની ગયો છે. જેને પ્રદૂષણ થી પોતાની સાથે આ ધરા નું પણ આયુષ્ય ઘટાડી દીધું છે.
                                      ‎ તમને જાણી ને નવાઇ લાગશે , પરંતુ એક રિપોર્ટ પ્રમાણે દર વર્ષે સમગ્ર વિશ્વ માં 77000 લોકો ફક્ત પ્રદૂષણ ને કારણે મોત ને ભેટે છે. વિશ્વ ના દેશો પણ ફક્ત મીટીંગો કરીને એવો ઢોંગ કરે છે કે તેઓ આ મુદ્દે ખૂબ ચિંતિત🤔 હોય ! લોકડાઉન ના કારણે આજે પૃથ્વી પરનું પ્રદૂષણ છેલ્લા 50 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયું છે ; 👌અને પૃથ્વી નું આયુષ્ય બીજા સેંકડો વર્ષ વધી ગયું એમ કહીએ તો પણ નવાઈ પમાડે એવું નથી.👏
                                       ‎અહી કોરોના કે પછી લોકડાઉન ને સમર્થન કરવાની વાત નથી, અહી વાત છે એ શીખ મેળવવાની અને સમજવાની કે " આ પૃથ્વી પર આપણે ધરતી ના સંતાનો છીએ કે પછી તેના માટે એક અભિશાપ?"કુદરતે  વિચારવાનો 🤔 સમય આપ્યો છે. હજુ  લોકડાઉન ખુલ્યા પછી પણ જો માણસ સમજે તો પ્રદૂષણ ના વધવાનો દર ઘટી શકે એમ છે. બાકી આપની પાસે પેલું શક્તિશાળી સૂત્ર તો છે જ ' ગો કોરોના ગો ' 😁
      ‎ અહીંયા મર્હુમ ઇરફાન ખાન નો એક ડાયલૉગ યાદ આવે છે કે, " ચાંદ પર જાને કી બાત કરતે હો દુનિયા વાલો , પહેલે ધરતી પે તો રેહના સીખ લો 🤔👌."

       પાર્થ પ્રજાપતિ
  (વિચારોનું વિષ્લેશણ)
      ‎

4 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...