Pages

રવિવાર, 28 જૂન, 2020

સમય જ ક્યાં છે...

પરીક્ષામાં પાસ થવું છે,
પણ વાંચવા માટે સમય જ ક્યાં છે...!

ખૂબ સારું સારું લખવું છે,
પણ વિચારવા માટે સમય જ ક્યાં છે...!

જીવનમાં કંઈક કરીને બતાવવું છે,
પણ કઈક અલગ કરવા માટે સમય જ ક્યાં છે...!

ધંધા રોજગાર આગળ ધપાવવા છે,
પણ અનીતિના ધંધામાંથી સમય જ ક્યાં છે...?

કંઈક નવું સ્ટાર્ટ અપ કરવું છે,
પણ શેખચલ્લીના વિચારો કરવામાંથી સમય જ ક્યાં છે...!

બહાર ખુલ્લી હવાની તાજગી અનુભવવી છે,
પણ અંદરની મૂંઝવણોમાંથી સમય જ ક્યાં છે...!

મિત્રો સાથે ગામના ચોરે જૂની વાતો વાગોળવી છે,
પણ સોશિયલ મીડિયાના મિત્રો પાસેથી સમય જ ક્યાં છે...!

સંતાકૂકડી, સતોડિયું કે પકડ દાવ રમવું છે,
પણ પબજી અને ફ્રી-ફાયરમાંથી સમય જ ક્યાં છે...!

સબંધો તો બધા સાચવવા છે,
પણ એમને નિભાવવા માટે સમય જ ક્યાં છે...!

મહાપુરુષોને મહાન બનવા સમય મળ્યો,
પણ આપણી પાસે એવો સમય જ ક્યાં છે...!

દરેકને સરખો જ સમય આપ્યો ભગવાને,
પણ એને વેડફવાની કળા બધાની સરખી ક્યાં છે...!

જેને કંઈક કરવું છે એ સમય કાઢી જ લે છે,
પણ જેને બહાના બનાવવા છે,
એની પાસે સમય જ ક્યાં છે...!


   -
પાર્થ પ્રજાપતિ

( વિચારોનું વિશ્લેષણ )

(
ગામ:- સાઠંબા,તાલુકો :- બાયડ,જીલ્લો:- અરવલ્લી )



11 ટિપ્પણીઓ:

  1. વાહ.. સમય પર કવિતા ખૂબ સારી લાગી.

    -ઉમેશકુમાર0

    જવાબ આપોકાઢી નાખો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.