Pages

શનિવાર, 22 ઑગસ્ટ, 2020

સફળતાનો દરિયો...

 

આ એકાગ્રતાનો નાવિક લઈને,
ચિંતાઓ બધી બાજુ પર મૂકીને,
જ્ઞાનનો અખૂટ સમુદ્ર ખૂંદવા,
હું પ્રચંડ ઇરાદા સાથે નીકળ્યો છું,
સફળતાનો દરિયો ખેડવા...

આ મુશ્કેલીઓથી તરબોળ થયેલા,
દરિયાના ઉછળતાં પ્રચંડ મોજા પણ,
રોકી નથી શકતા મને આગળ વધતાંં,
હું પ્રચંડ ઇરાદા સાથે નીકળ્યો છું,
સફળતાનો દરિયો ખેડવા...

આ બાહુબળથી બનેલા હલેસાં સાથે,
હું વિશ્વાસની નાવ લઈને નીકળ્યો છું,
દરિયાની પ્રચંડ લહેરોને કાપવા,
હું પ્રચંડ ઇરાદા સાથે નીકળ્યો છું,
સફળતાનો દરિયો ખેડવા...

આ મહેનતના ખીલા ઠોકી ઠોકીને,
વિશ્વાસના મજબૂત પાટિયાં ગોઠવીને,
દરિયાની વિશાળતાનું માપ કાઢવા,
હું પ્રચંડ ઇરાદા સાથે નીકળ્યો છું,
સફળતાનો દરિયો ખેડવા...

આ સંયમનું ટકાઉ કાપડ લઈને,
શઢ બાંધ્યો છે મેં ધીરજનો,
સમયનો વહેતો વાયરો ઝીલવા,
હું પ્રચંડ ઇરાદા સાથે નીકળ્યો છું,
સફળતાનો દરિયો ખેડવા...

                     -
પાર્થ પ્રજાપતિ

1 ટિપ્પણી:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.