Pages

રવિવાર, 23 ઑગસ્ટ, 2020

મિલન ધરતીનું...

 

વરસના વિરહ બાદ વરસ્યો મેહુલો,
થયું મિલન ધરતીનું મેહુલા સાથે...

મિલનની એ ઘડી પણ અનેરી હતી,
વીજળીના કડાકા રૂપી સંગીત સાથે...

મેઘધનુષ્યના સુંદર સપ્તરંગી તોરણમાં,
સ્વાગત કરવા મોરની સુંદર કળા સાથે

પવનના સૂસવાટા અને વૃક્ષોના નૃત્ય સાથે,
ફૂલોની મહેક અને અનુપમ સૌંદર્ય સાથે...

મહેકી ઊઠી ધરતી પણ મેહુલા સાથે,
થયું મિલન ધરતીનું મેહુલા સાથે...

                              -
પાર્થ પ્રજાપતિ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.