Pages

રવિવાર, 23 ઑગસ્ટ, 2020

ન કરે નારાયણ...

 

ન કરે જો પાલન સ્વયં નિયમ ઘડનાર,
ન મળે જગમાં એ નિયમને પાળનાર...

ન કરે નેતા જો પાલન કાયદાઓનું,
ન મળે શાસન એ દેશમાં કાયદાનું...

ન રાખે કુંભાર જો માટીની શાખ,
ન બંધાય માટી પણ કુંભારને હાથ...

ન કરે વડીલ જો અનુકરણ સંસ્કારોનું,
ન થાય જતન એ ઘરમાં કદીયે સંસ્કારોનું...

ન કરે ફૂલ જો કદર તેની સુવાસની,
ન રાખે એ ફૂલને સાથે કોઈ ઘડીક વારની...

ન કરે સંત જો અનુકરણ એના ધર્મનું,
ન મળે સ્થાન પૂજનીય એને કોઈનાંં હૃદયનું,

ન કરે માનવ જો જતન પ્રકૃતિનું,
ન કરે માનવીની કદર પણ પ્રકૃતિ...

ન કરે નારાયણ અને જો રૂઠે પ્રકૃતિ !
તો થાય અહિત સ્વયં માનવજાતનું...

                             -
પાર્થ પ્રજાપતિ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.