Pages

શનિવાર, 15 ઑગસ્ટ, 2020

દેશભક્તિ

 

કંઈક વહી હતી રક્તની ધારા,
ત્યારે થઈ હતી સ્વતંત્ર આ ધરા...

હતું જોમ એ વીરોનાં રક્તમાં,
જે લડ્યાં હતાં દેશ કાજે દેશભક્તિમાં...

શણગારી હતી માતૃભૂમિ જેમણે લોહીથી,
પળવારમાં ભૂલ્યા લોકો ભ્રષ્ટાચારના મોહથી...

લડ્યાં હતાં સૌ સાથે મળી રાખી હૃદયે દેશભક્તિ,
હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભૂલીને ધર્મભેદ-ભક્તિ...

મળી આઝાદી અને પડ્યા વાડા ધર્મ અને જાતિના,
ફરી વહેચાઈ ' મા ' ભોમ આજ પોતાનાં જ સંતાનોમાં...

હું હિન્દુ, હું મુસ્લિમ કહેવાવાળા ઘણા મળ્યાં રસ્તામાં,
હું હિન્દુસ્તાની, આટલું કહેવાવાળા નથી મળતાં સસ્તામાં...

-
પાર્થ પ્રજાપતિ


2 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.