Pages

રવિવાર, 4 ઑક્ટોબર, 2020

ભાતભાતના

 



ભાતભાતના રંગો ધરાવે છે અહીં માણસો બધા,
ચળકે છે માત્ર એ જ, જે તપે પુરુષાર્થની ભઠ્ઠીમાં...

ભાતભાતના વૃક્ષો ને વનસ્પતિનો ખજાનો છે બધો,
ટકે છે માત્ર એ જ, જે નમે વાવાઝોડાની આંધીમાં...

ભાતભાતના ફૂલોથી શોભે છે અહીં બગીચા બધા,
મહેકે છે માત્ર એ જ, જે ખમે સુવાસ ફૂલોની ખુદમાં

ભાતભાતની માટીમાંથી બનેલા કોડિયાઓ છે બધા
ઝળહળે છે માત્ર એ જ દીવો, જે બળે પ્રેમની આગમાં...

ભાતભાતની હોડીઓ લઈને મરજીવા ખૂંદે છે સમુદ્ર બધા
મેળવે છે માત્ર એ જ મોતી, જે ઊતરે દરિયાના ઊંડાણમાં...

                                                   -
પાર્થ પ્રજાપતિ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.