ભાતભાતના રંગો ધરાવે છે અહીં માણસો બધા,
ચળકે છે માત્ર એ જ, જે તપે પુરુષાર્થની
ભઠ્ઠીમાં...
ભાતભાતના વૃક્ષો ને વનસ્પતિનો ખજાનો છે બધો,
ટકે છે માત્ર એ જ, જે નમે વાવાઝોડાની
આંધીમાં...
ભાતભાતના ફૂલોથી શોભે છે અહીં બગીચા બધા,
મહેકે છે માત્ર એ જ, જે ખમે સુવાસ ફૂલોની
ખુદમાં
ભાતભાતની માટીમાંથી બનેલા કોડિયાઓ છે બધા
ઝળહળે છે માત્ર એ જ દીવો, જે બળે પ્રેમની
આગમાં...
ભાતભાતની હોડીઓ લઈને મરજીવા ખૂંદે છે સમુદ્ર બધા
મેળવે છે માત્ર એ જ મોતી, જે ઊતરે દરિયાના
ઊંડાણમાં...
- પાર્થ પ્રજાપતિ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.