Pages

રવિવાર, 30 જુલાઈ, 2023

જિંદગી - દેવીબેન વ્યાસ

 


બૂદબૂદાની સમી છે જિંદગી, સમજી જજે.

ને હવાની પાલખી છે; જિંદગી, સમજી જજે.


વાયુ ફૂંકાતા જ હાલત તો બગડતી નાવની,

હર હલેસે રાંકડી છે; જિંદગી, સમજી જજે.


સુખ મળે છલકી જતાં વિચારજે મંથન કરી,

ચાર દિનની ચાંદની છે; જિંદગી, સમજી જજે.


બાળપણ વીતે, યુવાની માંડતી ડગ બેખબર,

એ સરકતી ચારણી છે; જિંદગી, સમજી જજે.


કર્મને જગમાં કર્યા વિના નથી મળતું કશું,

આ જ હરદમ આંકણી છે, જિંદગી; સમજી જજે.


કોણ મારું? કોણ તારું? પ્રશ્ન પૂછી જો દિલે,

આત્મ રૂડી કામળી છે; જિંદગી, સમજી જજે.


રંગમંચી પાત્ર સૌ નિભાવવાના આપણે,

આ અજબની વૈખરી છે; જિંદગી, સમજી જજે.


- દેવીબેન વ્યાસ 'વસુધા' (સુરેન્દ્રનગર) 


બાંહેધરી :- આથી હું, દેવીબેન વ્યાસ ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો

અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.