Pages

રવિવાર, 30 જુલાઈ, 2023

ન ચાહું તો પણ - કવિ ઉર્મિવ સરવૈયા


ન ચાહું તો પણ ઝંખના દિલને ખટકી રહી છે,

ને અંતરના ઊંડાણમાં ક્યાંક ભટકી રહી છે.


મને મારા શબ્દોએ ઘેરીને બંધક બનાવ્યો, 

કે મારામાં મારી જ તલવાર લટકી રહી છે.


ન રોકી શક્યો આજ આ શબ્દને સાચવીને,

છે વાળેલી મુઠ્ઠી છતાં રેત સરકી રહી છે.


હા, કલ્પન કરીને કવિતાનું સર્જન કર્યું છે,

હવે એમાં ઉર્મિવની આશ ઝબકી રહી છે..


-કવિ ઉર્મિવ સરવૈયા


બાહેધરી : આથી હું ઊર્મિ સરવૈયા ખાતરી આપું છું કે આ કવિતા મારૂ મૌલિક સર્જન છે જો એ કોઈ નકલ પુરવાર થાય તો કાનોલી પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો

અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.