Pages

રવિવાર, 30 જુલાઈ, 2023

સંબંધ - સ્વીટી પટેલ

 

 


બદલાવ જરૂરી છે આપણાંમાં,

      ને તો જ સબંધ જોડાય ..!!


ના બદલાય એ જડ થાય,

      જડ થાય એ પછી તૂટી જાય..!!


બદલાવની કેફિયત જે રાખે,

     એ ચેતન અને ભીનું રહે સદાય..!!


ના વહે જો પાણી સમય સંગાથે,

    એ પછી પડ્યું પડ્યું ગંધાય..!!


વહેતા નીર, તાજા ને મીઠા,

    માન પાન પણ એમ જળવાય..!!


વાત હોય કડવી ગઈ કાલની, કે

     હોય ઘટના વરસો પહેલાની..


કડવા તો કડવા ઘૂંટ પીને,

   માફ કરી ને માફી માંગી લેવાય..!!


કડવું કૈંક જો જાય મનમાંથી,

     તો જ નવું કંઈ મીઠું સમાવાય..!!


બદલાવ અને સ્વીકાર બંને પક્ષે,

તો જ પછી સ્વમાન જળવાય.. !!


બદલાવ જરૂરી છે આપણાંમાં,

      ને તો જ સબંધ જોડાય ..!!

~Sweety


બાંહેધરી :- આથી હું, 'Sweety patel' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો

અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.