Pages

રવિવાર, 30 જુલાઈ, 2023

સાવ અમસ્તું આવું કેમ? - વાસુકિયા રસીલા ' રસ '


જો તમે સાચા છો તો આ અગ્નિ પરીક્ષાઓ કેમ,

જો તમે સમર્થ છો તો આ મજબૂરીઓ કેમ.

હાથના કર્યા હૈયે વાગે સાચું, પણ તોય આત્મા બળે

                  સાવ અમસ્તું આવું કેમ??


જો તમામ પ્રશ્નોનુ સમાધાન ગીતા છે, તો જગત આખું દુઃખી કેમ,

જો કર્મ કરવું એ જ ધર્મ છે, તો પરિશ્રમનું સાવ ખંડન કેમ,

સુંદર મનનાં તનનાં નહીં સાચું, પણ તોય મેલી મુરાદો મોભે ચડે

                       સાવ અમસ્તું આવું કેમ??


જો સારું કરે તે સુખી થાય તો નિર્દોષને ખાતી બુરાઈ કેમ,

જો પથ્થરે પથ્થરે પુજાય દેવ તો શ્રઘ્ધાનું સાવ શ્રાધ્ધ કેમ,

અહીંના કર્યા અહીં જ ભોગવવા પડે, પણ તોય બદીઓ નીડર ફરે

                       સાવ અમસ્તું આવું કેમ??


જો ભોળાનો ભાગવાન હોય તો આ વિવશતા બધી કેમ,

જો મહેનતનું ફળ મળે છે તો સાવ ખરી નિષ્ફળતા કેમ,

સો શબ્દો બરાબર એક મૌન સાચું, પણ તોય ચીચીયારીઓ રડે

                      સાવ અમસ્તું આવું કેમ??

- વાસુકિયા રસીલા ' રસ '

                   

બાંહેધરી :- આથી હું, 'વાસુકિયા રસીલા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો

અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.