કે એક ગામથી બીજે ગામ જવાનું છે
ગામ એક જીવનનું ને બીજું મૃત્યુનું છે
માગૅ એક જ છે તો શું મળે ને ખુશ થવાનું છે
ને શું જાય તે દુઃખના સાગરમાં પડવાનુ છે
મળવું ને જવું એ આપણા હાથમાં નથી
એ સત્ય જ સમજવાનું છે
તો શા શોક કરવાનું ને શા ઉત્સાહમાં આવવાનું છે
માગૅ છે કોઇ સાથીદાર મળશે
ને તેનું ગામ આવ્યે ચાલ્યું જવાનું છે
તો શા નસીબના માથે રડવાનું છે
કરમ ભાથું લઇ મંડી પડવાનું છે
- રવિ લખતરિયા (પ્રજાપતિ)
બાંહેધરી :- આથી હું, રવિ લખતરિયા ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.