જવાબદાર કોણ? પૈસા, પાવર, પોઝિશન કે પરવરિશ- કૃપા બોરીસાણીયા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 31 જુલાઈ, 2023

જવાબદાર કોણ? પૈસા, પાવર, પોઝિશન કે પરવરિશ- કૃપા બોરીસાણીયા

 

*વિચારોનું વિશ્લેષણ*

*🖊️ ગદ્ય વિભાગ 🖊️*

*વિષય - કરુણ ઘટના*

*નામ -*કૃપા બોરીસાણીયા*

*ગામ -*રાજકોટ, તા. રાજકોટ, જિ. રાજકોટ*

*પ્રકાર -* *ગદ્ય*

*શીર્ષક -* જવાબદાર કોણ? પૈસા, પાવર, પોઝિશન કે પરવરિશ

****************************


કોઈપણ ધર્મ જ્ઞાતિ કે જાતિના હોવા પહેલા પૃથ્વી પરના તમામ મનુષ્ય નો પહેલો ધર્મ છે *માનવતા*. આજકાલની ઘટનાઓને જોતા એવું લાગે છે કે માનવતા મરી પરવારી છે.

              બાળકોને ફક્ત સારી શાળામાં ભણાવવાથી મોંઘી મોંઘી વસ્તુઓ લઈ આપવાથી અને બ્રાન્ડેડ કપડા પહેરાવવાથી માતા પિતા તરીકેની જવાબદારી પૂરી નથી થઈ જતી. પરંતુ તેને જે સંસાધનો ઉપલબ્ધ થયા છે તે કેવી રીતે થયા છે તેની કિંમત શું છે તે સમજાવું તે માતા પિતાની પ્રથમ ફરજ છે.

             અફસોસ ની વાત તો એ છે કે પૈસા પાવર અને પોઝિશનની દોડમાં અને ઘમંડમાં માતા-પિતા બાળકોને યોગ્ય પરવરીશ આપતા જ નથી. પૈસા પાવર અને પોઝિશનથી ઘમંડી અને મદમસ્ત બનેલા અને માનવતાને નેવે મુકેલા વ્યક્તિઓના કારણે આજે એકબીજાની મદદ કરવાની ઉત્તમ શીખ મેળવેલા નવ પરિવારોને જિંદગી વેરવિખેર થઈ ગઈ. 

            દુઃખની વાત તો એ છે કે ભૂલ થયા પછી પણ *સત્તાનો નશો* એટલું જ હોય છે કે પોતાની ભૂલનું ભાન જ નથી રહેતું. જ્યારે દરેક માતા પિતા પોતાના બાળકની ભૂલને ગંભીરતાથી લઈ સજા આપશે ત્યારે જ આ વિશ્વ જીવવા લાયક બનશે.

            અત્યંત વિચારવા જેવી બાબત છે કે આવા અકસ્માતો પાછળ *પૈસા - પાવર - પોઝીશન* કે પછી *માતા પિતાની પરવરીશ* અને *ઘરનું વાતાવરણ*. આમાંથી શું જવાબદાર છે?

- કૃપા બોરીસાણીયા (રાજકોટ) 

**********************************

બાંહેધરી - હું કૃપા જતીન બોરિસાણીયા બાહેંધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો

અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...