રચનાનું નામ -ચંદ્રયાન-3ની સફળતા
લેખકનું નામ: દેવીબેન વ્યાસ-વસુધા
➖➖➖➖➖➖➖➖➖➖
આજ શુભ અવસર સમું લાગી રહ્યું છે.
ચાંદ પર જો, ઘર સમું લાગી રહ્યું છે.
ચંદ્રયાને આજ તો ઉતરણ કર્યુ ત્યાં,
દેશને વળતર સમું લાગી રહ્યું છે.
ચોદિશે આનંદ ઉમટ્યો છે દિલોમાં,
ને સકલ સાકર સમું લાગી રહ્યું છે.
એક નવલ ડગલું ભર્યુ ગૌરવ સભર જે,
એ કનક અક્ષર સમું લાગી રહ્યું છે.
જીત છે એ કર્મકરની, દેશની પણ,
વિશ્વમાં ટક્કર સમું લાગી રહ્યું છે.
દેશની ઉંચી ઉડાને થનગને સૌ,
લક્ષ્ય પણ નક્કર સમું લાગી રહ્યું છે.
ચંદ્રનો સંબંધ થ્યો મજબૂત હાથે,
ભાગ્યના તેવર સમું લાગી રહ્યું છે.
દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર
.
લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા
બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.