Pages

બુધવાર, 2 ઑગસ્ટ, 2023

જો પ્રથમ- દિલીપ ધોળકિયા "શ્યામ"

 


રચનાનું નામ:- જો પ્રથમ...

                    ગઝલ

             

લેખકનું નામ:- દિલીપ ધોળકિયા, 

                   "શ્યામ"



જો પ્રથમ ખુદમાં શ્રદ્ધા સ્થાપી શકો.

તો પછી આ આભ પણ માપી શકો.


ખુદ ભળો જો નીરમાં  સાકર  બની,

આખરે  વિશ્વાસ થઈ  વ્યાપી  શકો.


દિલ  સદા  દરિયાવ જો  રાખો બધે,

હર  હૃદયમાં  સ્થાન તો  રાખી શકો.


છેવટે  ચાહત તમે ખુદ થઈ જશો,

જો સનમ સ્થાને ખુદા સ્થાપી શકો.


"શ્યામ" તો જીવી જશે વરસો સુધી,

શ્વાસ થઈ સહવાસ જો આપી શકો.


~દિલીપ ધોળકિયા,"શ્યામ"

   જૂનાગઢ.


બાંહેધરી :- આથી હું, દિલીપ ધોળકિયા "શ્યામ" ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.