રચનાનું નામ:- બેની
લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ 'શ્યામ'
જોયું જ્યારે સુંદર સ્વરૂપ
સાડીમાં બેની નીરખાયું રૂપ.
ભલે હોય મન ના મજબૂત
બેની માટે છું એક દેવદૂત.
લાગણીઓનું જ્યારે ઉમટે પૂર
ત્યાં અશ્રુઓનું આવે ઘોડાપૂર.
આમ ન હોય મળવા ટાણું
તો યે બેન માટે કરે હટાણું
બેની લાવે પ્રેમનો દોરો
ભાઈ સમજે સોનાનો કંદોરો.
આંખોમાં દેખાય જે સુરક્ષા
બેની થી જ થાય મારી રક્ષા.
ઓ રામ, શ્યામ,ઘનશ્યામ
બેની એ જ મારું પરમધામ.
હું ઘનશ્યામ વ્યાસ"શ્યામ" બાહેંધરી આપુ છું કે આ મારું મૌલિક સર્જન છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.