બદલશે - દિલીપ ધોળકિયા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 17 ઑગસ્ટ, 2023

બદલશે - દિલીપ ધોળકિયા

લેખકનું નામ : દિલીપ ધોળકિયા, 

                   "શ્યામ"

રચનાનું નામ : બદલશે...

--------------------


બધીયે  ઈચ્છા  એક પળમાં બદલશે.

પછી મૃગજળ એમ જળમાં બદલશે. 


નજર  જો  પલટશું નજારો બદલતો,

તમારી અટકળો જ બળમાં બદલશે. 


કરી  જો  મનોરથ  પ્રવાહો   પલટવા,

નદીનો  સકળ  માર્ગ તળમાં બદલશે. 


જરા કર અલગ તું જગતમાં પ્રયાસો,

સમયના  સહારે  એ  કળમાં બદલશે. 


નથી સાફ  તારી નિયત જો અહીં તો,

કરે  કામ  જે પણ તે છળમાં બદલશે. 


અલગ   જે   રહેશે  નકામા  થવાના,

થશે   એકઠા  એક   દળમાં  બદલશે. 


અગર  કાંકરી  શાંત  મનમાં  તું  નાખે,

બધા તુજ  વિચારો વમળમાં  બદલશે. 


દિલીપ ધોળકિયા,"શ્યામ"

જૂનાગઢ.


આ મારી પોતાની સ્વરચિત રચના છે જેની હું બાંહેધરી આપું છું... 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...