યાદદાસ્ત - ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 17 ઑગસ્ટ, 2023

યાદદાસ્ત - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ: યાદદાસ્ત

લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


મળ્યાતા તમે ધૂળિયે

રસ્તે મને યાદ છે.


અચાનક ડમરી પણ

ઉડ્યાનું મને યાદ છે.


નખશિખ બાંધણી ને તાણેલો ઘૂંઘટ

  મને યાદ છે.


 બંને હાથે પહેરેલા

બલોયા મને યાદ છે.


ઝાંઝરનો રણકાર કાનમાં રણક્યાંનું

   મને યાદ છે.


હટ્યો સહેજ ઘૂંઘટ

જોવા મને યાદ છે.


તમારે ગાલે પડેલા

ખંજન હજી યાદ છે.


 પાછળ વળ્યો ને

બરડો જોયાનું યાદ છે.


પણ હતો કોનો ચહેરો

કહી નહી શકું નજરું

મળ્યાનું યાદ છે.


બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ '"શ્યામ" ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...