મોઘમ કટારી - દિલીપ ધોળકિયા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 22 ઑગસ્ટ, 2023

મોઘમ કટારી - દિલીપ ધોળકિયા

લેખકનાં : દિલીપ ધોળકિયા, 

              "શ્યામ"

રચનાનું નામ : મોઘમ કટારી...

--------------------------


મોઘમ કટારી  વાતની હૈયે અગર વાગી જશે.

છૂટી જશે બંધન બધા એ મોહને ત્યાગી જશે.


દિનનો બધો ધબકાર સૂતો રાતના આગોશમાં,

એકાદ સપનું જોઈને સૂરજ બની જાગી જશે.


આઝાદ થઈને પાંખ વિણ તો ઉડવું  મુશ્કેલ છે,

થાકે પછી  વિરોધ નામે  આગ એ  દાગી જશે.


નિશ્ચલ અગર છે મોત તો  ડરવું નકામું છે હવે,

હિંમત ધરી કર સામનો કાળ પણ ભાગી જશે.


ભૂલી શરમ લોકો હવે ફરતાં નપાવટ થઈ જગે,

રાખો જરા ઉદારતા તો પ્રાણ પણ માગી જશે.


દિલીપ ધોળકિયા,"શ્યામ"

જૂનાગઢ..


આ મારી પોતાની સ્વરચિત રચના છે. જેની હું બાંહેધરી આપું છું.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...