ખુદનાં વિગ્રહમાં જ્યારે આપણે આપણું આત્મતત્વ ખોજી શકીશું, ત્યારે જ આપણા જીવન સુંદર ને સુરીલા બની શકશે! આ એક નિતાંત સત્ય છે - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 11 ઑગસ્ટ, 2023

ખુદનાં વિગ્રહમાં જ્યારે આપણે આપણું આત્મતત્વ ખોજી શકીશું, ત્યારે જ આપણા જીવન સુંદર ને સુરીલા બની શકશે! આ એક નિતાંત સત્ય છે

સદગુરુ કૃપા હી કેવલમ 

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


ખુદનાં વિગ્રહમાં જ્યારે આપણે આપણું આત્મતત્વ ખોજી શકીશું, ત્યારે જ આપણા જીવન સુંદર ને સુરીલા બની શકશે! આ એક નિતાંત સત્ય છે


હે ઈશ્વર.

           આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે શુક્રવાર જીવન કા અર્ક તરાને કી તર્જ, કારણ કે આપણને સૌને ક્યારેક તો એવું લાગે જ છે કે જીવન બેસુરુ થયું છે તો એને સૂરીલુ બનાવવા માટે આપણે ભૂલો સુધારવી પડશે. માનવીની એક ભૂલ એ છે કે એને ખુદને નહીં જીવનને સુંદર બનાવવું હોય છે અને એટલે એણે આત્મ મુખી કે અંતર્મુખ થવું જોઈએ, એની બદલે તે અહમ મુખી થાય છે, અને હું કહું તે જ સાચું, અને હું કહું એ જ શ્રેષ્ઠ, બીજી ભૂલ માનવીની જરૂરિયાતોની ગેરસમજને કારણે છે,કે સારું સારું ભોગવીશ, તો મારું જીવન સુંદર બનશે, અને એ કારણે સતત ભોગવિલાસમાં તેમજ એ માટેના પ્રયત્નોમાં સમય વીતી ગયો. અને બધા જ બસ આ જ પ્રકારનું જીવન જીવી રહ્યા છે, માટે જીવન એટલું સુંદર લાગતું નથી. અથવા તો જીવનને સુંદરતાના શ્રેષ્ઠ શિખર સુધી લઇ જઇ શકતા નથી, અને હા હજી એક ભૂલ કે મારા જીવનને સુંદર બનાવવા માટે, અન્ય કેટલાયના જીવન રગદોળી શકું, બસ આવા આવા કારણોસર આપણે જીવન સુંદર બનાવી શકતા નથી, બાકી પરમાત્મા એ જ્યારે માનવ રૂપે જન્મ આપ્યો હતો, ત્યારે જીવન તો ખુબ સુંદર, એકદમ નિર્મળ, અને પવિત્ર ગંગાજળ જેવું જ હતું. બાકી સૌ કોઈ જાણે છે કે અહીં એકબીજાનો સાથ ક્યાં કાયમનો છે, મારા ભાગનું પ્રારબ્ધ ભોગવીને હું જઈશ!, તેના ભાગનું પ્રારબ્ધ ભોગવીને તે જશે. તો આટલી ઘડી કે આટલો સમય આપણે શું શાંતિથી એકબીજાના જીવનનો અને એકબીજાના અસ્તિત્વનો સ્વીકાર કરીને ન જીવી શકીએ!! કહેવામાં સહેલું છે પરંતુ એકબીજાના અસ્તિત્વને એટલું સહજતાથી સ્વીકારી શકાતાં નથી, અહમ, આગ્રહ, દુરાગ્રહ, પૂર્વાગ્રહ, એવી કેટલીય ગ્રંથી વચ્ચે આવે છે, અને આપણા જીવન ને સુંદર કે સૂરીલુ બનવા દેતા નથી,બાકી જીંદગી તો એક પ્રેમને વહાવતુ ગીત છે,બસ આ ભાવનો સંદર્ભ લઈને તરાને કી તર્જ જીવન કા અર્ક માં આગળ ચિંતન કરીશું.



एक प्यार का नगमा है मौजों की रवानी है एक प्यार का नगमा है मौजों की रवानी है ज़िंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है एक प्यार का नगमा है मौजों की रवानी है ज़िंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है एक प्यार का नगमा है ला ला ला… कुछ पाकर खोना है कुछ खोकर पाना है जीवन का मतलब तो आ कर चले जाना है बादल है ये कुछ पल का छा कर ढल जाना है परछाईयाँ रह जाती रह जाती निशानी है ज़िंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है जो बीत गया है वो अब दौर न आएगा इस दिल में सिवा तेरे कोई और न आएगा घर फूँक दिया हमने अब राख उठानी है जिंदगी और कुछ भी नही तेरी मेरी कहानी है एक प्यार का नगमा है



   ૧૯૭૨ની સાલમાં બનેલી શોર નામની ફિલ્મનું આ ગીત છે, આ ગીતનું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલ એ આપ્યું છે, તેમજ મુકેશ અને લતા મંગેશકરના અવાજમાં ગવાયેલા આ ગીતના શબ્દો સંતોષ આનંદના છે.


    પંચતત્વ માંથી બનેલો આ દેહ પંચતત્વ જેટલો જ નિર્મળ છે, અને તેના દ્વારા જીવાતું જીવન પણ એ તત્વની નિર્મળતા બરકરાર રહે તો નિર્મળ, સુંદર, અને સૂરીલુ બને છે. કવિએ કોઈવાર સમુદ્રના મોજાં સાથે જીવનને સરખાવ્યું છે, કોઈ વાર નદીયા ની ધારા સાથે, તો કોઈ વાર બાદલ સાથે, આ બધા જ પ્રાકૃતિક તત્વો માં સ્વાર્થની ભાવના ન હોવાથી તે કાયમ નિર્મળ રહી શકે છે. જ્યારે આપણે સ્વાર્થનો તંતુ છોડી શકતા નથી, માટે આપણા જીવન નિર્મળ રહી શકતા નથી, કે જીવન સુંદર કે સુરીલા બની શકતા નથી, બાકી આ પંચતત્ત્વ આપણા અસ્તિત્વનો પણ આધાર છે.બોલવામાં કેટલું સહેલું અને સારું લાગે કે પેલાનું હવા જેવું હલકું ફૂલકું જીવન, પાણી જેવું સરળ જીવન, ફૂલો જેવું મહેકતું જીવન, ફળ જેવું મધુર જીવન, સૂર્ય જેવું તેજસ્વી જીવન, પૃથ્વી જેવું અચલ જીવન, આકાશ જેવું વિશાળ જીવન, પણ એવું જીવન બનાવવા માટે શું આપણા થતી યથાર્થ પ્રયત્નો થાય છે ખરા! માત્ર વાતો કરવી હોય, કે ભાષણો કરવાનાં હોય, જિંદગીના સત્ય વિશેની ફિલોસોફી લખવી હોય, તો આ બધું સારું લાગે, અને લખી પણ શકાય! કારણ કે આ સ્માર્ટનેસ ને કારણે આપણે ખુદના જીવનમાં પણ અભિનય કરતાં શીખી ગયા છીએ,આળ પંપાળના દેખાડા કે બખાળા  કાઢવાનું આપણને આવડી ગયું છે, અને સમયે કોઈ કાર્ય કરવામાં ન આવે તો એ પછી કરીશું! માં સમય લંબાતો જાય છે, અને જીવનનો અંત આમ જ આવી જાય છે. કૂવામાંના દેડકાની જેમ બંધિયાર પાણીમાં આપણા જીવન આગળનું કંઈ સારું જોઈ શકતા નથી, અને રાગ દ્વેષ,મોહ માયા ઈર્ષા નિંદા કે લાલસાનાં ગંધાતા પાણીમાં પડ્યા રહીને જીવન પુરું થઈ જાય છે. ક્યાંક માન્યતાઓનું કારણ, ક્યાંક રીતરિવાજો ના કારણ, ક્યાંક આવાં અજ્ઞાન જ્ઞાન, તો ક્યાંક આધુનિકતા, આ બધા કારણોને કારણે આપણે જવું જોઈએ એ દિશામાં જીવનની ધારાને લઇ જઇ શકતા નથી, અને એને પરિણામે જીવન સુંદર કે સૂરીલુ બની શકતું નથી, બાકી જીવન તો એક પ્રેમનું ગીત છે, અથવા તો પ્રેમ વધારવાનો માર્ગ છે, પ્રેમ નિભાવવાનો માર્ગ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ સુધી લઈ જનારું એક અભિન્ન અંગ છે. ઘણીવાર વિચાર આવે કે કવિની કલ્પનાઓ જ આટલી સુંદર હશે! કે પછી કવિને આવો કોઈ અનુભવ પણ થયો હશે, કે પછી માનવોએ આવું જીવન જીવવું જોઈએ એવા સંદેશા રૂપે આવી રચના લખાઈ હોઈ શકે. કવિની કલ્પના પણ રોમાંચક છે, આપણા જીવન પવન જેમ લહેરાઈ શકતા હોય, પાણી જેમ નિર્મળતાથી વહી શકતા હોય, ફૂલ જેમ મહેકતા હોય,તો આ બધું જ કેટલું સુંદર લાગે,પણ કાશ આવુ થાય! ક્યારેક વગર કારણે ઉતાવળા થઈ જઈએ, તો ક્યારેય કારણ વગર વર્ષો સુધી રાહ જોઈએ, કે પ્રારબ્ધની પોટલી ખુલશે, અને એક ને એક દિવસ તો બધું સરખું થઈ જશે. એટલે પુરુષાર્થ કરવાનાં સમયે પ્રારબ્ધની રાહ જોવામાં ગયો, અને જ્યારે પ્રતીક્ષાનો સમય આવ્યો ત્યારે ખોટો ઉત્પાત કરીને જીવન ડહોળી નાંખ્યા, એટલે જીવન સુંદર લાગતું નથી, જીવન સરળ લાગતું નથી, જીવનનો થાક લાગે છે, અને ક્યાંક ક્યાંક તો નાની ભૂલોના મોટાં પરિણામ આવતા બોજ પણ લાગે છે.


   વિજ્ઞાનની રીતે આપણે કેટલો વિકાસ કર્યો છે, અને આમ જુઓ તો આપણે પહેલા આદિ માનવનું સ્વરૂપ જોઈએ તો આપણે વાનર જ હતાં, એમાંથી વિકસિત થઇ ને આજે માનવ બન્યાં. રામાયણમા જોઈએ તો એ વાનર પોતાનું જીવન સુંદર બનાવી શક્યાં, પણ આપણે માનવ થઈને પણ જીવનને સુંદરતાના શિખર સુધી લઇ જઇ શકતા નથી, એવો સીધો સાદો અર્થ કાઢી શકાય. બીજી રીતે જોઈએ તો અન્ય ગ્રહ પર પણ આપણે પહોંચી શક્યાં, પણ આપણા આગ્રહને છોડી શક્યા નહીં, એટલે જીવન સુંદર બની શકતું નથી. હજી કંઈ મોડું થયું નથી આપણે ધારીએ તો મંગળમાં પણ જીવન શોધી શકીએ તેમ છીએ, એટલું સાહસ અને હિંમત આપણામાં ભર્યા છે, અને એનું કારણ છે કે એ બધી ખોજ આપણે બહાર કરી, અને બહાર તો આપણે બધું જ શોધવા સક્ષમ છીએ, પણ ખુદના આ વિગ્રહમાં જ્યારે આપણે આપણું આત્મતત્વ ખોજી શકીશું, ત્યારે જ આપણા જીવન સુંદર બની શકશે, આ એક નિતાંત સત્ય છે, અને આ સત્યનો જેટલો ઝડપથી સ્વીકાર કરી શકીશું, એટલા આપણે આપણા જીવનમાં પણ પવન જેવા હળવા ફૂલ,  ફૂલ જેવા સુગંધિત, નદી જેવી નિર્મળતા આ બધું જ અનુભવાશે. પણ બહારની બદલે ખુદના વિગ્રહમાં ખોજ કરવી પડશે, તો જ જીવન સુંદર બનશે, આપણે સૌ આ નિતાંત સત્યનો નિખાલસતાથી પ્રયોગ કરી શકીએ, અને જેટલો ઉલેચી શકાય એટલો અજ્ઞાન કે અહમનો કિચડ બહાર કાઢી, અને અંદર પણ એ જ નિર્મળતા, એ જ દિવ્યતા, અને એસ સચ્ચિદાનંદ સ્વરૂપના દર્શન કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


    લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર) 

બાંહેધરી :- આથી હું, 'ફાલ્ગુની વસાવડા' ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...