વહી આજ સરિતા કિનારે કિનારે
મળી જાય દરિયા કિનારે કિનારે.
બની જાય જોને સુકાની બિચારા
અમે આજ ફરતા કિનારે કિનારે.
ફક્ત આજ મારા તરંગો ઊઠે છે
જળે આજ ધરતા કિનારે કિનારે.
જુઓ આભમાં તો ચમકે સિતારા
અહીં આજ ખરતા કિનારે કિનારે
મળો આજ અમને દીવાના બનીને
મળો આજ રૂદિયા કિનારે કિનારે.
પલ્લવી જોષી સરિતા
વડોદરા
આથી હું પલ્લવી જોષી બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે..
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.