લેખકનું નામ : દિલીપ ધોળકિયા,
"શ્યામ"
રચનાનું નામ : એ છે દેશ આ ભારત ભૂમિ..
-------------------------------
સૃષ્ટિ તણી છે શાન,એ છે દેશ આ ભારત ભૂમિ.
વિરોં તણી તો જાન,એ છે દેશ આ ભારત ભૂમિ.
સિરમોર એ ફરતો જગે, વિશ્વે છે જેની નામનાં,
પામે બધે સન્માન,એ છે દેશ આ ભારત ભૂમિ.
સમજી બધાને ભાઈ સમ, ના વેર એ રાખે કદી,
જ્યાં ધર્મ સૌ સમાન,એ છે દેશ આ ભારત ભૂમિ.
જે પ્રાણ આપી પોષતા જગમાં પરાયા બાળને,
હર દિલ મહીં ઈમાન,એ છે દેશ આ ભારત ભૂમિ.
ગૂંજે સદા ઋચા ઘરો ઘર પ્રાર્થના થઈ વેદની,
ઋષિ તણા સંતાન, એ છે દેશ આ ભારત ભૂમિ.
કણકણ મહીં છે દેવ ને, હર જીવમાં માધવ રહે,
ઘર ઘર વસે ભગવાન,એ છે દેશ આ ભારત ભૂમિ.
માનવ બની જીવે જગે, હો આપત્તિ આગળ રહે,
આપે હૃદયથી દાન, એ છે દેશ આ ભારત ભૂમિ.
થાકી બધાં આવે અહીં શાંતિ તણી તો ખોજમાં,
થાતાં પૂરાં અરમાન,એ છે દેશ આ ભારત ભૂમિ.
આ જુગ જૂની સંસ્કૃતિ,ને જ્ઞાન જ્યાં વિશાળ છે,
છે ધર્મ પણ વિજ્ઞાન,એ છે દેશ આ ભારત ભૂમિ.
~દિલીપ ધોળકિયા,"શ્યામ"
જૂનાગઢ.
આ રચના મારી પોતાની સ્વ રચિત છે જેની હું બાંહેધરી આપી છું...
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.