Pages

મંગળવાર, 15 ઑગસ્ટ, 2023

એ છે દેશ આ ભારત ભૂમિ - દિલીપ ધોળકિયા

લેખકનું નામ : દિલીપ ધોળકિયા, 

                   "શ્યામ"

રચનાનું નામ : એ છે દેશ આ ભારત ભૂમિ..

-------------------------------



સૃષ્ટિ તણી છે શાન,એ છે દેશ આ ભારત ભૂમિ.

વિરોં તણી તો જાન,એ છે દેશ આ ભારત ભૂમિ.


સિરમોર એ  ફરતો જગે, વિશ્વે છે જેની નામનાં,

પામે  બધે  સન્માન,એ છે  દેશ આ  ભારત ભૂમિ.


સમજી બધાને  ભાઈ સમ, ના વેર એ  રાખે કદી,

જ્યાં ધર્મ સૌ સમાન,એ છે દેશ આ ભારત ભૂમિ.


જે પ્રાણ આપી  પોષતા જગમાં  પરાયા બાળને,

હર દિલ મહીં ઈમાન,એ છે દેશ આ ભારત ભૂમિ.


ગૂંજે  સદા  ઋચા ઘરો  ઘર  પ્રાર્થના  થઈ  વેદની,

ઋષિ તણા  સંતાન, એ છે  દેશ આ ભારત ભૂમિ.


કણકણ  મહીં છે દેવ ને, હર જીવમાં  માધવ રહે,

ઘર ઘર વસે ભગવાન,એ છે દેશ આ ભારત ભૂમિ.


માનવ બની જીવે જગે, હો આપત્તિ આગળ રહે,

આપે  હૃદયથી  દાન, એ છે દેશ આ ભારત ભૂમિ.


થાકી બધાં આવે  અહીં શાંતિ તણી તો ખોજમાં,

થાતાં  પૂરાં અરમાન,એ છે  દેશ આ ભારત ભૂમિ.


આ જુગ જૂની સંસ્કૃતિ,ને જ્ઞાન જ્યાં વિશાળ છે,

છે ધર્મ  પણ  વિજ્ઞાન,એ છે દેશ આ ભારત ભૂમિ.


~દિલીપ ધોળકિયા,"શ્યામ"

   જૂનાગઢ.


આ રચના મારી પોતાની સ્વ રચિત છે જેની હું બાંહેધરી આપી છું... 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.