લેખકનું નામ : દિલીપ ધોળકિયા,
"શ્યામ"
રચનાનું નામ : ધરા આભ તો આજ..
ધરા ભીંજવી આભ માદક બન્યું છે.
વરસતું ગગન પ્રેમ ભાવક બન્યું છે.
મળી જો નજર એક ગભરું નયનથી,
પછી દિલ અનાયાસ બાળક બન્યું છે.
ફરી યાદ આવી સનમ આપની તો,
રડી આંખ ને દિલ તો પાવક બન્યું છે.
ભરી પ્રેમ રાખ્યો હતો એમણે પણ,
નયન નૂર તો ભાવ વાહક બન્યું છે.
હવે ભૂલવા એ નથી હાથમાં પણ,
છતાં દિલ અમારું તો ચાહક બન્યું છે.
મળ્યો સ્નેહ મોંઘા મુલે જો તમારો,
હૃદય તો સહજ પ્રેમ ધારક બન્યું છે.
~દિલીપ ધોળકિયા,"શ્યામ"
જૂનાગઢ.
હું દિલીપ ધોળકિયા,"શ્યામ" બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.