કહે કોઈ આ મેળાપ કેવો? - આકૃતિબા મોરી - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 9 ઑગસ્ટ, 2023

કહે કોઈ આ મેળાપ કેવો? - આકૃતિબા મોરી


મને વાગી એવી ફાંસ,

          કે તરડ પડી મારા જીવમાં.

આ આંખ ગઈ કાલની અવર-જવરમાં,

         કે મંદ હાસ્ય આવ્યું હોઠ પર. 

પ્રીતના ફૂટયાં પાનને, 

           અંધાપો આવ્યો આંખમાં. 

મને કહે કોઈ આ મેળાપ કેવો? 

એ ક્ષણભરનો મેળાપ, 

   હવે માત્ર ધારણામાં અને શમણાંમાં

જ!

કહે કોઈ કે આ મેળાપ કેવો? 

      સૂરજને જોતાં ઉગતી આશ,

      અને ઢળતાં આકાશે એકલતાં....

     

                  - આકૃતિબા મોરી

આથી હું આકૃતિબા મોરી બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે..


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...