જીવન નિર્વાહ માટે કવિતા- ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 9 ઑગસ્ટ, 2023

જીવન નિર્વાહ માટે કવિતા- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ : જીવન નિર્વાહ માટે કવિતા

લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


સાહિત્ય ને જો હું  સાધન બનાવું 

જીવન નિર્વાહ નું તો

 શબ્દો સાથે હું નહી રમી શકું.


ભુલાયેલા વ્યાકરણને ભૂલી નહી શકું,

મનફાવે એમ હુ ક્યારેય લખી નહી શકું.


મને મારા બધા વિવેચકો સામે દેખાશે,

એકએક ને લેખો/કવિતાઑ મારે મોકલવી  પડશે.


અરે મારો લય, મારો છંદ,મારો વિષય

બધું મારે એમને પૂછીને લખવું પડશે , 

જો લેખો સમાચાર પત્રોમાં છપાવવા  હશે!


કૃષ્ણ,રાધા,મીરા,કુબ્જા કે મામો કંસ કે પછી

 કોઈ સાહિત્યકાર કે ગઝલ કાર બધાને

મારે  કહ્યાગરા બની ને ચીતરવા પડશે,

તો જ  લેખો દિવાળી અંક માં છપાશે.

ખુબ સરસ લખો તો વાહ વાહ મળશે,

પણ સ્પર્ધામાં  ભૂલી જાઓ તમને કાંઈ મળે!


તો લખવા માંડો હવે કોઈ પ્રયોજન વિના.

 પાનખર વસંતની પણ ગતાગમ વિના.

કોયલ ના ટહુકાની મિતાક્ષરીમાં,

ચૈત્ર વૈશાખના આ ધોમ તડકામાં. 


નિજાનંદ માટે અને

 મિત્રોને તરબતર કરે એવા અંદાજમાં

લાવ્ણ્યમયી કવિતા લખો અછાંદસ માં.


મળશે ઈર્શાદ મિત્રોના

મુખે,એક કપ ચા ના

ઘૂંટે ઘૂંટે.


બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ 'શ્યામ" ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...