Pages

શનિવાર, 5 ઑગસ્ટ, 2023

એક નામ - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ

એક નામ 

લેખક નું નામ:

ઘનશ્યામ વ્યાસ

 "શ્યામ" 


આપણા સંબંધોને હવે  એક નામ આપી દઇશું ?

ઉપર નીચે રહીએ છીયે તો સરનામું આપી દઇશું ?


રોજ એકબીજાને જોઈએ

 બારીમાંથી

તો પણ ફેસબુકમાં આપણે

એકબીજાને જોઈ લઈશું ?

   

 એકબીજાને દાદરા પર  મળીયે રોજ તો બગીચામાં

પણ પાછા મળી લઇશું ?


ઘરમાં હું ફરું લઘર વઘર તો પણ તું જોયા કરે ટગર ટગર,

આ ગાંડાવેડા ને શું પ્રેમ નું નામ આપીશું ? 


હવે આ ચાલી તૂટી જશે

નવી ઇમારત આવી જશે.

બારીના ઈશારા હવે બંધ  

દાદરા પર મળવાનું બંધ.


 એની પહેલા ચાલ પરણી જઈએ

પ્રભુતામાં પગલાં માંડી દઈએ. 


પછી આવનાર સંતાનને

એકવાર આ ચાલી

અને બારી બતાડી દઈએ.

 પ્રેમનું પ્રતીક એમને 

પણ દેખાડી દઈએ.

પ્રેમ ને નામ આપી દઈએ.


બાંહેધરી :- આથી હું, 'ghanshyam વ્યાસ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.