Pages

શનિવાર, 5 ઑગસ્ટ, 2023

પુરષ પણ ઝંખે છે- તુષાર પંડ્યા

 શિર્ષક- પુરષ પણ ઝંખે છે!

----------------------


પુરુષ પણ ઝંખે છે એક મજબૂત ખભો,

જ્યાં ક્યારેક માથું રાખીને રડીને હળવા થઇ શકે!


પુરુષ પણ ઝંખે છે એક કોમળ હૃદયવાળી સ્ત્રી, 

જે તેના કઠોર મનને સરળતાથી સમજી શકે!


પુરુષ પણ ઝંખે છે થોડીક હિંમત,

પોતાના પિતાને વિના સંકોચ ગળે લગાવી શકે!


પુરુષ પણ ઝંખે છે પોતાની થોડી પ્રશંસા, 

તેનાથી મનોબળને મજબૂત બનાવી રાખી શકે!


પુરુષ પણ ઝંખે છે પ્રેમના બે મીઠા બોલ,

ભાગદોડ ભર્યા જીવનમાં હૃદયને સુકૂન આપી શકે!

-તુષાર પંડયા (ભાવનગર)


બાંહેધરી :- આથી હું ’તુષાર પંડયા' ખાતરી આપુ છું કે આ રચના મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.