Pages

ગુરુવાર, 24 ઑગસ્ટ, 2023

એકલતા - ઘનશ્યામ વ્યાસ

રચનાનું નામ: એકલતા

લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ"



એક ઓશીકું  એક ઓઢવાનું,

 હવે મારે એકલા  સૂવાનું ?


૫૦ વર્ષ  સજોડે ગાળ્યા 

એકબીજાના પડખા સેવ્યા,


હવે અચાનક ચાલ્યા જવાનું!

પણ મારે કેવી રીતે રહેવાનું?


સુખદુઃખના દિવસો સાથે ગાળ્યા,

સુવાવડના દિવસો અહીં  પાળ્યા.


 સારામાઠા પ્રસંગો કેવા સહર્ષ વિતાવ્યા,

ગરીબીના દિવસો હરફ વગર કાઢ્યા,

બધું બંને એ સાથે જ કર્યું,

તો યે કીધા વગર એકલા ગમન કરવાનું ?


માંદગી તો તને ય આવી અને મને ય આવી,

તો યે  તારે એકલા, સાથે

લીધા વગર જતા રહેવાનું ?


મારે જ એકલતા સહેવાની?

 આ ઉંમરે કેવી કેવી પળોજણ કરવાની !

જિંદગીની કેવી કેવી ગાંઠો 

ઉકેલવાની .


બસ હવે મારે આમ જ એકલતામાં રહેવાનું ?

તારા વગર આમ  જ  એકલવાયું જીવન જીવવાનું?


એક ઓશીકું અને એક ઓઢવાનું,

 હવે મારે એકલા કેવી રીતે સૂવાનું ?


 બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ '"શ્યામ" ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.