Pages

સોમવાર, 7 ઑગસ્ટ, 2023

મિત્રતા- અંજના શ્રીમાળી "અંજીતા"

લેખકનું નામ :અંજના શ્રીમાળી 

                  "અંજીતા"

રચનાનું નામ : મિત્રતા


સદા મિત્ર બનીને સાથે રહીયે.

નિર્દોષતા સાથે જીવતા રહીયે.


સાદગીથી તો શોભતા રહીયે,

ના મિત્રથી તો લોભતા રહીયે.


મિત્ર વિના  કેમ સુખી  રહીયે?

એની યાદોમાં  જીવતા રહીયે.


એની ખામોશીને પારખી લઈયે,

એની વેદનાને બસ વાંચી લઈયે.


દુઃખમાં પડખે ઢાલ બની રહીયે,

એના હાસ્યમાં તો હસતા રહીયે 


દો રંગી  દુનિયાથી તો દૂર જઈને,

એક મેકના દિલમાં વસતા રહીયે.


ચાલ સદા મિત્ર બની સાથે રહીયે..


અંજના શ્રીમાળી અંજીતા હું બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.