Pages

સોમવાર, 7 ઑગસ્ટ, 2023

તારા કલમે લખાઈ, હું કવિતા આજ - નેન્સી અગ્રાવત



રચનાનું નામ -"તારા કલમે લખાઈ, હું કવિતા આજ..! "

. નામ: નેન્સી અગ્રાવત 


કલમ નીતારતી,તારી રંગીન શાહી,

કાગળને ભીંજવે ઉર હૈયાની વાત

શાથી છુપાવે,આ જગને દેખાડ

તારા કલમે લખાઈ, હું કવિતા આજ..!


ભલે તું,ના કહે ભલે ઇનકાર કરે,

છાપેલી બીબામાં જેમ રંગોળી આજ

ઉડે હવામાં રંગ ગુલાબી લાલ,

તારા કલમે લખાઈ, હું કવિતા આજ...!


સંઘરી રાખ્યો  કાં, યાદોનો ઢગ

બેડી બાંધી નીતિ નિયમોને સંગ

બનજા  વિહંગ, છોડ  ચિંતાને લાજ 

તારા કલમે લખાઈ, હું કવિતા આજ...!



ચાહના ભરેલી તારી રંગીન રાત

પ્રતિબિંબ મહી છલકે, મારી જ વાત

તો શાને સંતા કૂકડી નજરો સંગાથ 

તારા કલમે લખાઈ, હું કવિતા આજ...!


રસ્તો ભટકે તો લઈ લે વળાંક,

મંજિલ નહિ તો મારો જ સાથ

આપી દઉં?  જગને એક જ જવાબ

તારા કલમે લખાઈ, હું કવિતા આજ...!





.

લેખકનું નામ:- .. નેન્સી અગ્રાવત


બાંહેધરી :- આથી હું,.. નેન્સી અગ્રાવત

. ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.