Pages

રવિવાર, 6 ઑગસ્ટ, 2023

મિત્રોને સમર્પિત- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ: મિત્રોને સમર્પિત

લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


મિત્રો તમારા વગર 

સાવ એકલવાયું 

લાગે છે.

 

આવિને મળીજા દોસ્ત

ખુબ એકલવાયું 

લાગે છે.

બસ આવીને ખાલી ગળે લગાડી બે

  ગાળો બોલી જા,

ખુબ એકલવાયું 

લાગે છે.


ચા ની લારી એ જઈ 

અડેરીમાં ચા ની ચૂસકી  લઈએ, 

ખુબ એકલવાયું 

લાગે છે.


થિયેટરમાં સાથે બેસી 

એક મોર્નિંગ શો જોતા 

સાથે સમોસા ખાઈએ, 

 ખુબ એકલવાયું લાગે છે.

 

સાંજે બગીચામાં ગુજરા હુઆ જમાના 

ના ગીતો ની રમઝટ

બોલાવી દઈએ,  

ખુબ એકલવાયું

 લાગે છે.


તું ક્યાં છે ખબર નથી

બસ આ ગઝલ વાંચી

 આપણી એકલતા ને

દૂર કરી લઈએ,

 પછી એકલવાયું

નહી લાગે.


બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.