Pages

રવિવાર, 6 ઑગસ્ટ, 2023

સ્વપ્નમહેલમાં- સંજય પ્રજાપતિ 'સંતૃપ્ત'

રચનાનું નામ - સ્વપ્નમહેલમાં 

લેખકનું નામ- સંજય પ્રજાપતિ 'સંતૃપ્ત' મુન્દ્રા કચ્છ



સ્વપ્નમહેલમાં 


તને કલ્પ્યા કરું મારા સ્વપ્નમહેલમાં,

ક્યારે મળીશું ફરીથી આપણે રૂબરૂમાં.


સપનાઓ સજાવ્યાં તારી સંગ જીવવા,

કરું પ્રાર્થના ઈશ્વરને એ સાકાર કરવા.


થાય શાશ્વત મિલન હવે જુદાઈ વિનાનું,

જીવન વ્યર્થ લાગે છે મને તારા વગરનું.


નથી ઝાઝી ઝંખના બસ સ્નેહ તારો મળે,

બાહ્યવસ્તુ ગૌણ છે બસ તારો સાથ મળે.


તારા વિના ગમતું નથી સૂનું લાગે છે ઘરમાં,

જલદી આવજે રાહ જોઉં તારા વિરહમાં.


લેખકનું નામ:- સંજય પ્રજાપતિ 'સંતૃપ્ત'મુન્દ્રા 


બાંહેધરી :- આથી હું, 'સંજય પ્રજાપતિ 'સંતૃપ્ત' ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.