Pages

રવિવાર, 6 ઑગસ્ટ, 2023

વાયદો - દેવીબેન વ્યાસ 'વસુધા'

 

રચનાનું નામ - વાયદો

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા



શ્યામ લાચારી કદી શાને કરું?

વાયદો તારો સદા ધ્યાને લઉં.


પ્રેમ ક્યાં પૂછી કદીયે થાય છે?

લોક વાતો ના કદી કાને ધરું.


ભીતરે બાંધ્યાં હરણ સૌ હાંફતાં,

એટલે તો આજ હું તાને ફરું.


જાર મૂઠીની અપેક્ષા છે જ ક્યાં?

નામ તારું એ જ સંધાને સજું.


મુક્તમન છે શામળા તારે શરણ,

એષણાઓ રોજ એ સ્થાને ચહું.


કૃષ્ણ સંકર્ષણ તમારું અંતરે,

લાગણીના બંધ વિધાને રહું.


વાંસળી જેમ છેદી જાતને,

સૂર તારા આ અધર માને રચું.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.