Pages

રવિવાર, 6 ઑગસ્ટ, 2023

કાનાની યાદ - અંજના શ્રીમાળી અંજીતા

લેખિકા : અંજના શ્રીમાળી અંજીતા

શીર્ષક  : કાનાની યાદ


તારા આગમનમાં રાહ જોવાતી રહી.

કાન એમ હું તારામાં ખોવાતી રહી.


વાત શબ્દોની જો હોત તો લખતી,

વાતે વાતે હું હૈયું  ઠાલવતી રહી.


તારા વાંસળીના સુરે આ મોહિની,

સુધ  બુધ  ખોઈને  ઝૂરતી  રહી.


લોભીલી વાતોથી સદા દુર રહેતી,

તારી વાતોમાં હું અટવાતી રહી.


લોક લજ્જાને આમ ગુમાવતી,

કાન તારી યાદમાં આંખો રડતી રહી.

- અંજના શ્રીમાળી,"અંજીતા" 


હું અંજના શ્રીમાળી,"અંજીતા" બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.