Pages

મંગળવાર, 1 ઑગસ્ટ, 2023

શું કરું? - દેવીબેન વ્યાસ-વસુધા



રચનાનું નામ :શું કરું?

લેખકનું નામ: દેવીબેન વ્યાસ-વસુધા

➖➖➖➖➖➖➖➖➖➖



ઈશ્વર તને ફરિયાદ પણ હું શું કરું?

છે જાતની મર્યાદ, પણ હું શું કરું?


જેનો નથી હક એટલી છે માંગણી,

આ પ્રાર્થનામાં વાદ પણ હું શું કરું?


બદલો જ આપે છે કર્મનો કેવળ અહીં,

જાણું, પછી સંવાદ પણ હું શું કરું?


ગીતા તણી વાણી પચાવી છે જ ક્યાં?

છે વાંસળીમાં નાદ, પણ હું શું કરું?


મારા અહંની આડશે ફરતો રહ્યો,

આવેલ છે વિષાદ, પણ હું શું કરું?


પરદો હટાવી ના કદી જોયો ઉજાસ,

માયા ભણી ઉન્માદ, પણ હું શું કરું?  


ડગલું ખસે છે અંત બાજું જો હવે,

ના સાંભળ્યો એ નિનાદ, પણ હું શું કરું?


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.