Pages

મંગળવાર, 1 ઑગસ્ટ, 2023

ના શોધો મુજને - નેન્સી અગ્રાવત



ના શોધો મુજને અહીં તહીં,

ખોવાયા છીએ ગહન યાદોમાં..!

ના શોધો મુજને અહીં તહીં,


વિસ્તરેલું આ આભ જોઈ,

 પંખ ઉડી ઉડીને થાક્યા છે.

ના શોધો મુજને એ આભમાં,

 ખોવાયા છીએ ભીતર જ્વાળામાં..! 


ખાલી ઉંબરો નથી ઓળંગી ચાલ્યા,

યાદોનો ખજાનો ભૂસી નાખ્યો છે.

ના શોધો મુજને એ ભાવિમાં,

ખોવાયા છીએ ભુસેલા ભૂતકાળમાં..!


હતી નિરાશા સો સો ગણી,

તોયે ચાલ્યા મુસાફિર એક આશમાં,

ના શોધો મુજને એ રણમાં,

ખોવાયા છીએ ઉંડા વમળમાં..!


ભટકેલા મનને મળે કિનારો,

જયારે,તણખો તારણહાર બને,

ના શોધો મુજને એ પથ ઉપર,

ખોવાયા છીએ એ વિસમામાં..!


 ના શોધો મુજને અહીં તહીં,

ખોવાયા છીએ ગહન યાદોમાં..!

 ના શોધો મુજને અહીં તહીં.


લેખકનું નામ:- નેન્સી અગ્રાવત 


બાંહેધરી :- આથી હું, ' નેન્સી અગ્રાવત 'ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.