વિશ્વાસ એનો-દિલીપ ધોળકિયા "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 1 ઑગસ્ટ, 2023

વિશ્વાસ એનો-દિલીપ ધોળકિયા "શ્યામ"



રચનાનું નામ:- વિશ્વાસ એનો..

                    ગઝલ

લેખકનું નામ:- દિલીપ ધોળકિયા, 

                   "શ્યામ"

------------------------------------------------------------------------



વિશ્વાસ એનો  એમ રાખ્યો સાથ છે.

અંધારમાં  અજવાળતો  એ હાથ છે.


જીવે બધાં પણ કોઈ ના સમજી શકે,

આ જિંદગી એવી,ગજબની વાત છે.


ના, માપ વરણાગી ગણી જીવન હવે,

ભીતર અમારો ભાવ જોગી જાત છે.


ઊગે સુરજ  હરખાવ છો શાના તમે?

આવી રહી પાછળ  જુઓને રાત છે.


એકાંત પણ  માફક હવે  આવી ગયું,

ભાગ્યે  લખી જો  પ્રેમ  નામે ઘાત છે.


રેખા અનોખી  જો ઘડી  કિરતાર તો,

નોખી  જગતથી  હાથ મારે ભાત છે.


~દિલીપ ધોળકિયા,"શ્યામ"

   જૂનાગઢ.


બાંહેધરી :- આથી હું, 'દિલીપ ધોળકિયા,"શ્યામ"' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...