માણસ છું- ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 2 ઑગસ્ટ, 2023

માણસ છું- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


સ્વર્ગથી કંટાળીને 

સ્વર્ગને પૃથ્વી બનાવવા આવેલો હું માણસ છું.


 કિનારે મોજાં જોઈ સાગરની ગહેરાઇ માપવા આવેલો

  હું માણસ છું. 


 મરજીવો બની 

સ્વર્ગ માટે રત્નો

  શોધવા આવેલો 

હું માણસ છું.


દેશાટન કરી સાચા

માણસની શોધમાં 

આવેલો 

હું માણસ છું.


સફળતાની છાયામાં 

રહેલી નિષ્ફળતાની

બુનિયાદને શોધવા આવેલો

 હું માણસ છું.


રેખાઓને હાથની મુઠ્ઠીમાં બંધ રાખીને

 બદલવા આવેલો હું માણસ છું.  

 

જીતેલી બાજીને હારમાં પલટી ને શાંતિ સ્થાપવા 

આવેલો હું માણસ છું.


 દુનિયાભરમાં ભારતનો ડંકો

 બજાવનાર નારબંકાને નમન

 કરવા, સ્વર્ગથી

 આવેલો હું માણસ છું.


- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ "શ્યામ"' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...