ણ અને ળ (લઘુકથા) - નેન્સી અગ્રાવત - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 26 ઑગસ્ટ, 2023

ણ અને ળ (લઘુકથા) - નેન્સી અગ્રાવત

રચનાનું નામ - ણ અને ળ (લઘુકથા)

લેખકનું નામ:- નેન્સી અગ્રાવત 


  દરેક નોકરીયાત મહિલા જેવી હાલત પૂજાની પણ હતી,બસ દોડધામ.! છતાં અફસોસ નહતો કારણ કે,પોતાના પતિને મદદ,સાથે ઘરમાં આવકનો સ્ત્રોત બની હતી એ વાતે પોતે ગર્વ અનુભવતી.સાંજે ખાસ પોતાના દીકરા માટે સમય કાઢતી.


"શું આપ્યું દિકું હોમવર્ક?"

"મમ્મી,શબ્દો છે.જેમાં ણ અને ળ આવતા હોય"

"ઓકે"

"મમ્મી,ણ અને ળ થી શબ્દોની શરૂઆત કેમ નથી થાતી?"


હજુ પૂજા જવાબ આપે એ પહેલાં જ એના પતિ રૂમમાં આવતાં જ બોલ્યાં,"પૂજા નોકરી કરવા ખાતર કરે કે મગજ ઘરે મૂકી જાય..આ તારા ઇન્કટેક્ષની  ફાઈલ ગયા મહિને આપવાની હતી.થોડી તો કામમાં જવાબદારી શીખ.નોકરી મેડમ કરે પણ દરેક કામની શરૂઆત મારે યાદ કરી કરવાની"


" મમ્મી,બોલને ણ અને ળ પરથી શબ્દ કેમ ન બને"


"બેટા,એ બંને અક્ષરો બહુ સમજદાર છે.તેમને આગળ થવામાં રસ નથી.બસ કોઈની પાછળ ગોઠવાઈને પણ સંતોષ પૂર્વક નવો શબ્દ બની જીવી જાણે છે.જો એ આગળ આવશે ને,બોલવામાં બહુ અઘરા થશે તો કદાચ એના શબ્દો સમાજમાંથી બહાર ફેંકાય જાય."


લેખકનું નામ:- નેન્સી અગ્રાવત 


બાંહેધરી :- આથી હું, ' નેન્સી અગ્રાવત' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...