હવે તો પાછા વળો - તુષાર પંડયા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 10 ઑગસ્ટ, 2023

હવે તો પાછા વળો - તુષાર પંડયા

રચનાનું નામ - હવે તો પાછા વળો!

લેખકનું નામ- તુષાર પંડયા



અહંમને ઓગાળી હવે તો પાછા વળો,

નકામી વાતો ખૂબ વાગોળી હવે તો પાછા વળો!


સત્તા સંપત્તિનું અભિમાન મિથ્યાને ક્ષણિક છે,

ખોટાં આડંબર ત્યજીને હવે તો પાછા વળો!


દેખાડો-ઠઠારો બધું મૃગજળ સમાન છે,

આધુનિકરણના ચશ્મા ઉતારી હવે તો પાછા વળો!


લોભ,લાલચ,ઈર્ષા,મોહમાં અંધ બની ગયા, 

વાસનાઓની બેડી ખોલી હવે તો પાછા વળો!


માનવજીવન મળવું એ શ્રેષ્ઠ કર્મોનું ફળ છે, 

માનવતાનો મર્મ સમજી હવે તો પાછા વળો!!



લેખકનું નામ:- તુષાર પંડયા (ભાવનગર)


બાંહેધરી :- આથી હું, 'તુષાર પંડયા' ખાતરી આપુ છું કે આ રચના મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...