રચનાનું નામ - જીંદગીનું રહસ્ય
લેખકનું નામ- સંજય પ્રજાપતિ 'સંતૃપ્ત'મુન્દ્રા કચ્છ
જીંદગીનું રહસ્ય
જીંદગીમાં શું નવો વળાંક આવશે કોને ખબર ?
તારી સાથે મેળાપનું રહસ્ય શું હશે કોને ખબર ?
આમ તો કહેવાય છે થાય છે મિલન કિસ્મતથી,
પરંતુ વિધાતાએ શું વિચાર્યું હશે એ કોને ખબર ?
સાથે રહીને પણ કેમ સહેવી પડે છે આ જુદાઈ,
અંતરના રહસ્યને અંતરથી મપાશે કોને ખબર ?
સ્વપ્નાં તો ઘણા જોયા છે તારી સાથે રહેવાના,
પણ સમયસર પૂરા થશે કે નહીં કોને ખબર ?
મન સંતૃપ્ત થાય છે માત્ર તારા અહેસાસથી,
જીવનરૂપી માયા મળશે કે નહીં કોને ખબર?
લેખકનું નામ:- સંજય પ્રજાપતિ 'સંતૃપ્ત'મુન્દ્રા
*બાંહેધરી* :- આથી હું, 'સંજય પ્રજાપતિ 'સંતૃપ્ત'મુન્દ્રા કચ્છ' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.