Pages

ગુરુવાર, 10 ઑગસ્ટ, 2023

જીવાય છે- દેવીબેન વ્યાસ વસુધા


રચનાનું નામ:- જીવાય છે.

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ વસુધા

➖➖➖➖➖➖➖➖➖➖➖



શબ્દના સંધાનથી જીવાય છે.

એટલે તો ધ્યાનથી જીવાય છે.


શબ્દનું મીઠું પ્રયોજન યોજતાં,

બસ અલગ પહેચાનથી જીવાય છે.


શબ્દ તો બ્રહ્માંડમાં છે બ્રહ્મરૂપ,

ગૂંજતાં વિધાનથી જીવાય છે.


ઘાવ પર લાગે મલમ શા શબ્દ જો,

સ્પર્શતા નિદાનથી જીવાય છે.


જિંદગી મળશે ફરી એ શું ખબર?

સાકરી પયપાનથી જીવાય છે.


શ્વાસ છે બસ ત્યાં સુધી સંબંધ છે,

મીઠડી મુસ્કાનથી જીવાય છે.


યાદ સઘળી છોડતાં પાછળ જશું,

પણ સમયના માનથી જીવાય છે.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.