જીવાય રહી હતી જિંદગી - ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ' - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 29 ઑગસ્ટ, 2023

જીવાય રહી હતી જિંદગી - ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ'

શીર્ષક: જીવાય રહી હતી જિંદગી

લેખિકા: ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ'

--------------------------------


આથમતી સંધ્યાએ

કોઈકના ઓચિંતા આગમને

સર્જાયું વમળ, શાંત જળમાં.

જાગી ઊઠી શુષ્ક સંવેદના

અને ભીંજાતું રહ્યું હૈયું ,

મૌન સંવાદે.....


એકલાં કેડી કંડારતા

હતાં, ક્ષિતિજની શોધમાં,

અર્ધવાટે 

 હસ્ત ઉપર  હસ્ત મૂકી

સમ્માન સભર જોડાયાં ઉભય પ્રેમનાં,

મૌન તાંતણે.


નથી કોઈ અપેક્ષા, નથી બંધન

સંબંધમાં છે, અનહદ મોકળાશ

તરસી ધરાને, ભીંજવે ગગન

ભીંજાયુ મન , છલકાયાં નયન......


અમે ચાહી હતી કૂંપણ એક

પ્રિયે આપી મહેકતી વસંતની ભેટ.

કુમાશનું ઝરણું ફૂટ્યું હૈયે,

રોમ રોમ ભિંજયું હૈયું પ્રેમે......


પાનખરે વીંધાયેલુ વૃક્ષ

સૌરભ અને સ્પર્શે ફરી જીવ્યું,

હ્રદયના ખૂણે, આત્મીય એકાંતે

ભીની સહેજ હૂંફ હેઠળ ફરી મહોર્યું...‌‌...


✍️ ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ'

      

       

બાંહેધરી -  હું , ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ' ખાતરી આપું છું કે ઉપરોક્ત રચના મારી સ્વરચિત છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...