કહેવું નથી - ઘનશ્યામ વ્યાસ"શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 18 ઑગસ્ટ, 2023

કહેવું નથી - ઘનશ્યામ વ્યાસ"શ્યામ"

રચનાનું નામ- કહેવું નથી

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ"શ્યામ"


કહેવું નથી તો યે

કહેવાય જાય છે,

તમને જોઈને પ્રેમ

હવે થઈ જાય છે.


હસતું મુખારવિંદ જોઈ

વ્હાલ આવી જાય છે,

વાંકડિયા વાળ ને

સ્પર્શ થઈ જાય છે.


ગાલે ખંજન જોવા મન

 તલપાપડ થાય છે,

હોઠ પર  કાળો તલ

કેવી મુસ્કાન આપે છે.


જવલ્લે જોવા મળતી છબી

નખશિખ જોઈ લઉં છું,

આખે આખી તસવીર

દિલમાં ઉતારી લઉં છું.

 

શ્યામ મળશે ક્યારે કોને

ખબર, "આશા અમર છે" 

અને તું જલ્દી આવ 

બસ તારી રાહ જોઉં છું.


બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ '"શ્યામ" ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...