લેખિકા : અંજના શ્રીમાળી અંજીતા
શીર્ષક : કાનાની યાદ
તારા આગમનમાં રાહ જોવાતી રહી.
કાન એમ હું તારામાં ખોવાતી રહી.
વાત શબ્દોની જો હોત તો લખતી,
વાતે વાતે હું હૈયું ઠાલવતી રહી.
તારા વાંસળીના સુરે આ મોહિની,
સુધ બુધ ખોઈને ઝૂરતી રહી.
લોભીલી વાતોથી સદા દુર રહેતી,
તારી વાતોમાં હું અટવાતી રહી.
લોક લજ્જાને આમ ગુમાવતી,
કાન તારી યાદમાં આંખો રડતી રહી.
- અંજના શ્રીમાળી,"અંજીતા"
હું અંજના શ્રીમાળી,"અંજીતા" બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.