કર ડોકિયું તારા અંતર મનમાં અને પૂછ ખુદને સવાલ કોણ છો તું? શું અસ્તિત્વ છે તારું? શું વજુદ છે તારું? કરોડો જીવોથી કઈ રીતે ભિન્ન છે તું? કેટલી તાકાત રહેલી છે તારામાં? ક્યારેય ખુદની તાકાત અજમાવી છે? હિંમત સાહસ અને અંતર આત્માની તાકાત નો પરિચય મેળવ્યો છે ક્યારેય? જો નથી મેળવ્યો તાગા તમામ બાબતોનો, તો અસ્તિત્વ જોખમમાં છે તારું. ઈશ્વરની આપેલી તાકાતનો વ્યય કરી રહ્યો છે તું. ઓળખ પોતાની જાતને.. સૂર્યની પ્રચંડ ઊર્જાનો ગોળો છે તું. તો સાથે સાથે સમુદ્રની ઊંડાઈ, ચંદ્રની શીતળતા અને ચંચળતા ની ઝલક છે તું.
કમ્પ્યુટરની ઝડપ અને ટેકનોલોજી સાથે તાલમેલ ન સાથે શકતું તારું મગજ એટલી મેમરી ધરાવે છે કે કોમ્પ્યુટર તો ફક્ત તારા મગજની એક ટકા ઉપજ છે. પહાડ જેવી મુસીબતને પળભરમાં ભાંગીને ભૂકો કરી શકે તેવી અડગ તાકાત તારા મનમાં છે. ઓળખ ખુદને પહેચાન તારા અંતર આત્માની શક્તિ ને. શું કામ બાંધે છે ખુદને નકારાત્મકતા અને આળસ ની બેડીઓમાં? ખોલ તારી પાંખો સમગ્ર આકાશ તારી ઉડાનની રાહ જોવે છે.. સમગ્ર સંસાર તારી સફળતાની રાહ જોવે છે. તું ખુદને ઓળખ અને ખુદની પહેચાન માં નીકળ તારા વજૂદની સમયને પણ તલાશ છે....
લેખિકા : કૃપા બોરીસાણીયા
બાંહેધરી : હું કૃપા બોરીસાણીયા બાંહેધરી આપું છું કે આ રચના મારી મૌલિક અને સ્વરચિત છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.